Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૦
તૃતીય કર્મગ્રંથ સ્ત્રીવેદમાં નરકાનુપૂર્વી પ્રથમ દૂર કરેલી જ છે. માટે તે વિના શેષ ત્રણ આનુપૂર્વી અનુદય એક મતે હોય છે. “સમ્યગ્દષ્ટિ જીવો નિયમ પુરૂષવેદમાં જ, અથવા નરકમાં જાય તો નપુંસકવેદમાં જ જન્મે, અન્યવેદમાં ન જન્મ” આ નિયમને અનુસારે ત્રણ આનુપૂર્વી દૂર કરતાં ૯૬ ને જ ઉદય હોય છે, પરંતુ બીજા મતે મલ્લિનાથ, બ્રાહ્મી, સુંદરી, ઇત્યાદિ જીવો સમ્યકત્વ હોતે છતે પણ મનુષ્યમાં સ્ત્રીવેદમાં જન્મ પામ્યા છે. તેથી મનુષ્યાનુપૂર્વીનો ઉદય હોઈ શકે છે માટે ૧ ઉમેરતાં ૯૭નો ઉદય હોય છે. પાંચમેથી બીજા કર્મગ્રંથની જેમ જ ઉદય જાણવો ફક્ત પુરૂષવેદ અને નપુંસકવેદનો ઉદય ન જાણવો, તથા છેકે આહારકલિક ન લેવું. તેથી દેશવિરતે ૮૫, પ્રમત્તે ૭૭, અપ્રમત્તે ૭૪, અપૂર્વે ૭૦, અને અનિવૃતિએ ૬૪નો ઉદય હોય છે. (૨૧) નપુંસકવેદ માર્ગણા- નારકને, એકેન્દ્રિયને, વિકસેન્દ્રિયને, આ જ વેદનો ઉદય હોય છે પરંતુ દેવોમાં સ્ત્રી-પુરૂષ એમ બે જ વેદ હોય છે. તેથી દેવત્રિક, જિનનામ, સ્ત્રી-પુરૂષવેદ એમ કુલ ૬ વિના ૧૧૬નો ઉદય ઓથે હોય છે. સ્ત્રીવેદ વિના શેષ બન્ને વેદોમાં ચૌદપૂર્વોના અભ્યાસનો યોગ હોવાથી આહારકદ્વિકનો ઉદય હોઈ શકે છે. તેમાંથી મિથ્યાત્વે આહારકદ્વિક-સમ્યકત્વ-મિશ્રમોહનીય એમ ૪ વિના ૧૧૨નો ઉદય હોય છે. તેમાંથી સૂક્ષ્મત્રિક, આતપ, મિથ્યાત્વ, અને નરકાનુપૂર્વી એમ ૬ બાદ કરતાં ૧૦૬ નો ઉદય સાસ્વાદને હોય છે. તે ૧૦૬માંથી અનંતાનુબંધી ચતુષ્ક, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, સ્થાવર, જાતિચતુષ્ક એ ૧૧ વિના અને મિશ્રમોહનીયનો ઉદય ઉમેરતાં ૯૬નો ઉદય મિશ્ર હોય છે તે ૯૬માં નરકાનુપૂર્વી ઉમેરતાં અને મિશ્રમોહનીયને બદલે સમ્યકત્વમોહનીય લેતાં અવિરતે ૯૭નો ઉદય હોય છે. દેશવિરતિ આદિ ગુણઠાણાઓમાં સ્ત્રીપુરૂષવેદ વિના બીજા કર્મગ્રંથની જેમ ઉદય હોય છે માટે દેશવિરતે ૮૫, પ્રમત્તે ૭૯, અપ્રમત્તે ૭૪, અપૂર્વે ૭૦, અને અનિવૃત્તિએ ૬૪નો ઉદય સમજવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org