Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૨
તૃતીય કર્મગ્રંથ લોભમાં ક્રોધ-માન-માયાના ૪-૪ કુલ ૧૨. એમ પોતાના વિનાના ૧૨ કષાયો ઓછા કરવા-સમજી લેવું તથા લોભમાર્ગણામાં દશમું ગુણસ્થાનક અધિક હોવાથી ત્યાં ૬૦નો ઉદય પણ વધારે જાણવો. (૨૬-૨૭) મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન માર્ગણા- આ બન્ને માર્ગણામાં ચારથી બારમા સુધી કુલ ૯ ગુણસ્થાનક છે. તેથી સંપૂર્ણપણે બીજા કર્મગ્રંથની જેમ જ ઉદય ચોથા ગુણસ્થાનકથી કહેવો, આગળ છકે ગુણઠાણે આહારકદ્ધિકનો ઉદય આવવાનો હોવાથી ઓધે ચોથા ગુણઠાણા કરતાં ૨ વધારે કહેવી તેથી ઓધે ૧૦૬નો, અવિરતે ૧૦૪નો, દેશવિરતે ૮૭નો, પ્રમત્તે ૮૧નો, અપ્રમત્તે ૭૬નો ઇત્યાદિ બારમા ગુણઠાણા સુધી ઉદય કહેવો. (૨૮) અવધિજ્ઞાન માર્ગણા- મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની જેમ જ ઓથે ૧૦૬, ચોથે ૧૦૪, પાંચમે ૮૭, છ૩ ૮૧ વગેરે ઉદય જાણવો. અવધિજ્ઞાનવાળા સમ્યગ્દષ્ટિ જીવો મરીને પૂર્વબધ્ધાયુ પ્રમાણે ચાર ગતિમાં જઈ શકે છે. દેવ-નારકીમાંથી (તીર્થકર ભગવન્તોના જીવો) અવધિજ્ઞાન સાથે મનુષ્યમાં આવે છે. દેવ-નારકીમાં વિગ્રહગતિમાંથી જ અવધિજ્ઞાન હોય છે. ફક્ત તિર્યંચગતિમાં અવધિજ્ઞાન લઈને કોઈ ગયું હોય એવું કોઈ દૃષ્ટાન્ત પ્રસિધ્ધ નથી તથા પૂ. નરવાહનવિજયજી મ.ના લખેલા ઉદયસ્વામિત્વમાં તિર્યંચાનુપૂર્વી કાઢી નાખેલ છે. પરંતુ છઠ્ઠા કર્મગ્રંથના બાસઠિયામાં છે. તથા સામાન્યથી ગમન સંભવિત છે. એટલે અમે પણ તિર્યંચાનુપૂર્વીનો ઉદય લીધેલ છે. (૨૯) મન:પર્યવ માર્ગણા- આ માર્ગણામાં ૬ થી ૧૨ કુલ ૭ ગુણસ્થાનકો છે બીજા કર્મગ્રંથની જેમ જ ઉદય જાણવો. ઓધે ૮૧, છટ્ટે ૮૧, સાતમે ૭૬, આઠમે ૭૨, નવમે ૬૬, દશમે ૬૦, અગિયારમે ૫૯, અને બારમે ઉપાજ્ય સમય સુધી પહ, ચરમસમયે પ૫ નો ઉદય જાણવો. (૩૦) કેવળજ્ઞાન માર્ગણા- તેરમું અને ચૌદમું એમ બે ગુણસ્થાનકો હોય છે અનુક્રમે ૪૨ અને ૧૨ નો ઉદય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org