Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
તૃતીય કર્મગ્રંથ પહેલે ગુણઠાણે ૮૨ નો ઉદય છે. સાસ્વાદન પારભવિક જ હોય છે ઉત્પત્તિની પ્રથમની ૬ આવલિકામાં જ સાસ્વાદન હોય છે. તેથી ત્યાં જેનો ઉદય સંભવતો નથી એવી ૧ પરાઘાત, ર ઉચ્છવાસ, ૩ ઉદ્યોત, ૪ સુસ્વર ૫ દુઃસ્વર, અને ૬ વિહાયોગતિ એમ આ છ પ્રકૃતિઓ ઓછી કરવી, તથા, સાસ્વાદનવાળા જીવો લબ્ધિ અપર્યાપ્તામાં ઉત્પન્ન થતા નથી, માટે અપર્યાપ્ત નામકર્મ પણ ઓછું કરવું. અને મિથ્યાત્વનો ઉદય મિથ્યાત્વે જ હોય માટે તે પણ ઓછું કરવું. એમ કુલ ૮૨માંથી ૮ ઓછી કરતાં ૭૪નો ઉદય સાસ્વાદને હોય છે. બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયમાં માત્ર જાતિનામકર્મનો જ ઉદય બદલાય છે. બીજું બધું સમાન જ છે. (૯) પંચેન્દ્રિય માર્ગણા- એકેન્દ્રિયાદિ જાતિચતુષ્ક, સ્થાવર-સૂક્ષ્મ, સાધારણ અને આતપ એમ ૮ વિના ઓઘે ૧૧૪ નો ઉદય હોય છે. તે ૧૧૪ માંથી આહારકદ્ધિક-જિનનામ-સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય એમ પ વિના ૧૦૯ નો ઉદય મિથ્યાત્વ હોય છે. આ ૧૦૯ માંથી મિથ્યાત્વ, અપર્યાપ્ત, અને નરકાનુપૂર્વી વિના સાસ્વાદને ૧૦૬ નો ઉદય હોય છે. તેમાંથી અનંતાનુબંધી ચતુષ્ક, અને શેષ ૩ આનુપૂર્વી એમ ૭ ઓછી કરી મિશ્રમોહનીય મેળવતાં મિટૈ ૧૦નો ઉદય હોય છે ત્યાર બાદ બીજા કર્મગ્રંથની જેમ ૧૦૪-૮૭-૮૧-૭૬-૭ર વગેરે ઉદય ચૌદે ગુણસ્થાનકે સમાન જ છે કારણ કે આ ગુણસ્થાનકો પંચેન્દ્રિયમાં જ આવે છે. (૧૦) પૃથ્વીકાય માર્ગણા- ઉપર એકેન્દ્રિય માર્ગણામાં ૪૨ નો ઉદય હોતો નથી એમ જે કહ્યું તે જ ૪૨ પૃથ્વીકાયમાં પણ ઉદયમાં ન જ હોય, કારણ કે પૃથ્વીકાય એકેન્દ્રિય જ છે. તેથી તે ૪૨ તથા સાધારણનામકર્મ એમ કુલ ૪૩ વિના ઓધે બાકીની ૭૯ નો ઉદય જાણવો. સાધારણનો ઉદય અનંતકાયને જ હોય છે અને અનંતકાય વનસ્પતિકાયમાં જ છે માટે પૃથ્વીકાયમાં ઓથે તથા મિથ્યાત્વે ૭૯, તેમાંથી પરાઘાત-ઉચ્છવાસ-આતપઉદ્યોત-સૂક્ષ્મ-અપર્યાપ્ત-અને મિથ્યાત્વ એ ૭ વિના ૭૨ નો ઉદય સાસ્વાદને હોય છે. પૃથ્વીકાયમાં સાસ્વાદન અપર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org