Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
તૃતીય કર્મગ્રંથ છે. આ પ્રમાણે ઓથે ૧૦૨, મિથ્યાત્વે ૯૭, સાસ્વાદને ૯૫, મિશ્ર ૯૧, અવિરતે ૯૨, દેશવિરતે ૮૩, પ્રમત્તે ૮૧, અપ્રમત્તે ૭૬, અપૂર્વકરણે ૭૨, અનિવૃત્તિએ ૬૬, સૂક્ષ્મસંપાયે ૬૦, ઉપશાન્ત ૫૯, ક્ષીણમોહે પ૭પપ, સયોગી કેવલીએ ૪૨, અને અયોગીએ ૧૨નો ઉદય જાણવો. (૪) દેવગતિ માર્ગણામાં- સામાન્ય જે ૧૨૨ છે તેમાંથી ૪૨ બાદ કરતાં ઓધે ૮૦ નો ઉદય હોય છે. નરકત્રિક, તિર્યચત્રિક, મનુષ્યત્રિક, જાતિચતુષ્ક, સ્થાવરચતુષ્ક, ઔદારિકદ્ધિક, આહારકદ્રિક, આતપ, ઉદ્યોત, દુઃસ્વર, નીચગોત્ર, નપુંસકવેદ, થીણધ્ધિત્રિક, અશુભવિહાયોગતિ, તીર્થંકર નામકર્મ, છ સંઘયણ અને પાંચ સંસ્થાન (સમચતુરસ વિના). એમ કુલ ૪ર વિના ઓધે ૮૦નો ઉદય હોય છે. અહીં પણ દેવોમાં ઉદ્યોતનો ઉદય ઉત્તરક્રિયામાં હોય છે. પરંતુ ભવપ્રત્યયિક જે વૈક્રિય છે તેમાં ઉદ્યોતનો ઉદય હોતો નથી તેથી અમે ઓધે ૮૦માં ઉદ્યોતનો ઉદય દેવોને ન હોય એમ કહેલ છે. પરંતુ ઉત્તર વૈક્રિયની અપેક્ષાએ ઉદ્યોતનો ઉદય સંભવતો હોવાથી ઓથે ૮૧ હોય છે અન્યથા ૮૦ હોય છે. આ ૮૦માંથી સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય વિના મિથ્યાત્વે ૭૮નો ઉદય, મિથ્યાત્વ મોહનીય વિના સાસ્વાદને ૭૭નો ઉદય. અનંતાનુબંધી ચતુષ્ક અને દેવાનુપૂર્વી વિના તથા મિશ્રમોહનીય સહિત મિશ્ર ૭૩ નો ઉદય અને મિશ્રમોહનીય બાદ કરી સમ્યકત્વમોહનીય તથા દેવાનુપૂર્વી ઉમેરતાં ૭૪નો ઉદય અવિરતે હોય છે. આ પ્રમાણે ૮૦-૭૮-૭૭-૭૩- અને ૭૪નો ઉદય અનુક્રમે ઓધે તથા ચાર ગુણઠાણે જાણવો. દેવોમાં નીચગોત્રનો ઉદય સંભવતો નથી. કારણકે ઉદીરણા કરણમાં ઉચ્ચગોત્રના જ ઉદીરક કહ્યા છે. (જુઓ પંચસંગ્રહઉદીરણાકરણ ગાથા-૧૮). (૫) એકેન્દ્રિય માર્ગણા- પુરૂષવેદ, સ્ત્રીવેદ, સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીય એમ ૪ મોહનીયની, તિર્યચવિનાનાં ૩ આયુષ્યકર્મ, ઉચ્ચગોત્ર ૧, અને નામકર્મની ૩૪, (તિર્યંચવિના ૩ ગતિ, એકેન્દ્રિયવિના ૪ જાતિ, વૈક્રિયદ્રિક, આહારકઢિક, ૬ સંઘયણ, હુંડકવિના પાંચ સંસ્થાન, ૩ આનુપૂર્વી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org