Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઉદયસ્વામિત્વ (૩) મનુષ્યગતિ માર્ગણામાં- ઉદયાધિકારમાં કહેલી ૧૨રમાંથી નીચે મુજબ ઓછી કરવી. નરકટિક, તિર્યંચત્રિક, દેવત્રિક, જાતિચતુષ્ક, સ્થાવર સૂક્ષ્મ, સાધારણ, તપ, વૈક્રિયદ્ધિક અને ઉદ્યોત એમ ૨૦ ઓછી કરવાથી ઓથે ૧૦૨નો ઉદય હોય છે. અહીં પણ વૈક્રિયશરીરની વિદુર્વણા કરતા અંબડશ્રાવક અને વિષ્ણુકુમારાદિને વૈક્રિયદ્ધિક અને ઉદ્યોતને ઉદય હોય છે. પરંતુ તે લબ્ધિપ્રત્યયિક છે અને કવચિત્ છે. ભવપ્રત્યયિક નથી. એટલે અમે લીધો નથી. બીજા કર્મગ્રંથમાં ઉદયાધિકારમાં લબ્ધિપ્રત્યયિક વૈક્રિયનો ઉદય પાંચ-છદ્દે ગુણઠાણે છે, છતાં ગણ્યો નથી એટલે અમે પણ તે ગણ્યો નથી. માટે ૧૦૨ નો ઉદય ઓઘે કહ્યો છે જો લબ્ધિપ્રત્યયિક વૈક્રિય ગણીએ તો વૈક્રિયદ્ધિક અને ઉદ્યોતનો ઉદય વધતાં ૧૦પનો ઉદય સ્વયં સમજી લેવો.
ઓધે જે ૧૦૨ કહી તેમાંથી આહારકદ્ધિક, જિનનામ, સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીય એ પાંચ વિના મિથ્યાત્વે ૯૭નો ઉદય જાણવો. આ ૯૭માંથી અપર્યાપ્ત નામકર્મ અને મિથ્યાત્વમોહનીય વિના સાસ્વાદને ૯૫નો ઉદય જાણવો, તેમાંથી અનંતાનુબંધી ચતુષ્ક અને મનુષ્યાનુપૂર્વી એમ પાંચ ઓછી કરતાં અને મિશ્રમોહનીય ઉમેરતાં મિશ્ર ૯૧નો ઉદય સમજવો. તે ૯૧માંથી મિશ્રમોહનીય દૂર કરી સમ્યકત્વમોહનીય અને મનુષ્યાનુપૂર્વી ઉમેરતાં ૯૨નો ઉદય અવિરતે જાણવો, આ ૯૨માંથી અપ્રત્યાખ્યાનીયચતુષ્ક, મનુષ્યાનુપૂર્વી, દુર્ભગ, અનાદેય, અયશ અને નીચગોત્ર, એ નવ પ્રકૃતિઓ ન્યૂન કરતાં ૮૩નો ઉદય દેશવિરતે જાણવો. આ ૮૩માંથી પ્રત્યાખ્યાનીય ૪ કષાય ઓછા કરતાં અને આહારકદ્વિકનો ઉદય મેળવતાં ૮૧નો ઉદય પ્રમત્ત હોય છે. ઉપરોક્ત બધા જ ગુણસ્થાનકોમાં લબ્ધિપ્રત્યયિક વૈક્રિયની વિવક્ષા કરો તો જયાં જયાં વૈક્રિયલબ્ધિ ફોરવવાનો સંભવ છે ત્યાં ત્યાં વૈક્રિયદ્ધિક અને ઉદ્યોત ૩ વધારે જાણવી. અપ્રમત્તાદિ ગુણઠાણામાં બીજા કર્મગ્રંથમાં જે ઉદય કહ્યો છે તે જ જાણવો. કારણકે આ ગુણસ્થાનકો મનુષ્યને જ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org