Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
તૃતીય કર્મગ્રંથ વિના ૭રનો ઉદય સાસ્વાદને હોય છે. તેમાંથી ચાર અનંતાનુબંધી દૂર કરી મિશ્ર મોહનીય ઉમેરતાં ૬૯નો ઉદય મિશ્ર હોય છે. તે ૬૯માંથી મિશ્રમોહનીય કાઢીને સમ્યકત્વમોહનીય અને નરકાનુપૂર્વી ઉમેરતાં અવિરતે ૭૦નો ઉદય હોય છે.
કમ્મપડિ તથા પંચસંગ્રહમાં ઉદીરણાકરણમાં દેવો-નારકોયુગલિક-વૈક્રિય-આહારક શરીરી અને અપ્રમત્તાદિ જીવોને થીણધ્ધિત્રિકની ઉદીરણાનો અભાવ કહ્યો છે એટલે ઉદય પણ ઘટતો નથી. (૨) તિર્યંચગતિ માર્ગણા- અહીં દેવત્રિક, નરકત્રિક, મનુષ્યત્રિક, વૈક્રિયદ્રિક, આહારકદ્ધિક, જિનનામ, અને ઉચ્ચગોત્ર, એમ ૧૫ પ્રકૃતિઓનો ઉદય સંભવતો નથી. (જો કે વૈક્રિયલબ્ધિવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં વૈક્રિયદ્રિકનો અને વાઉકાયમાં વૈક્રિય શરીર નામકર્મનો ઉદય હોઈ શકે છે તે ગણીએ તો ૧૩નો જ ઉદયાભાવ જાણવો. પરંતુ બીજા કર્મગ્રંથમાં ભવ પ્રત્યયિકની જ વિવક્ષા હોવાથી અમે પણ અહીં ભવપ્રત્યયિકની અપેક્ષાએ કહીએ છીએ) એટલે ઓધે ૧૫ વિના ૧૦૭નો ઉદય હોય છે.
૧૦૭માંથી સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય વિના મિથ્યાત્વે ૧૦પનો ઉદય સંભવે છે. તેમાંથી સૂક્ષ્મત્રિક-આતપ અને મિથ્યાત્વ વિના સાસ્વાદને ૧૦૦નો ઉદય સંભવે છે. આ ૧૦૦માંથી અનંતાનુબંધી ચતુષ્ક, એકેન્દ્રિયાદિ જાતિ ચતુષ્ક, સ્થાવરનામ કર્મ, અને તિર્યંચાનુપૂર્વી એમ કુલ ૧૦ ઓછી કરતાં અને મિશ્રમોહનીય ઉમેરતાં ૯૧નો ઉદય મિશ્ન હોય છે. મિશ્રમોહનીય બાદ કરી સમ્યકત્વ મોહનીય અને તિર્યંચાનુપૂર્વી ઉમેરતાં ૯૨નો ઉદય અવિરતે હોય છે. આ ૯૨માંથી અપ્રત્યાખ્યાનીયચતુષ્ક, દુર્ભગ, અનાદેય, અયશ, અને તિર્યંચાનુપૂર્વી એમ આઠ વિના ૮૪નો ઉદય પાંચમે ગુણઠાણે હોય છે. આ પ્રમાણે તિર્યંચગતિમાં ઓધે ૧૦૭, મિથ્યાત્વે ૧૦૫, સાસ્વાદને ૧૦૦, મિશ્ર ૯૧, અવિરતે ૯૨, અને દેશવિરતે ૮૪નો ઉદય સમજવો. જો લબ્ધિપ્રત્યયિક વૈક્રિય ગણીએ તો ઓધે ૧૦૯, મિથ્યાત્વે ૧૦૭ વગેરે જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org