Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઉદીરણાસ્વામિત્વ
૯૫
૨ વિહાયોગતિ, જિનનામ, ત્રસનામ, દુઃસ્વર-સુસ્વર-સૌભાગ્ય-આદેય, અને ઔદારિક આંગોપાંગ એમ કુલ ૩૪) આ પ્રમાણે કુલ ૪૨ વિના બાકીની ૮૦ નો ઉદય હોય છે. મિથ્યાત્વે પણ ૮૦ નો જ ઉદય હોય છે. અહીં પણ વૈક્રિય કરતા વાઉકાયને વૈક્રિય શરીર નામકર્મનો ઉદય હોઇ શકે છે પરંતુ તે લબ્ધિપ્રત્યયિક હોવાથી અહીં વિવક્ષા કરી નથી. આ ૮૦ માંથી પરાઘાતઉચ્છ્વાસ-આતપ-ઉદ્યોત સૂક્ષ્મત્રિક અને મિથ્યાત્વમોહનીય એમ ૮ વિના શેષ ૭૨ નો ઉદય સાસ્વાદને હોય છે. એકેન્દ્રિય જીવોમાં સાસ્વાદન પારભવિક જ હોય છે તે છ આવલિકા સુધી જ હોય છે અને આતપ-ઉદ્યોત-પરાઘાત અને ઉચ્છ્વાસનો ઉદય શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી જ હોય છે માટે ૪ ઉદયમાંથી ટાળી છે. અને ઉપશમ સમ્યક્ત્વથી પડી સાસ્વાદનવાળા જીવો સૂક્ષ્મ-અપર્યાપ્ત અને સાધારણમાં ઉત્પન્ન થતા નથી તેથી તે ૩ ઓછી કરી છે. મિથ્યાત્વનો ઉદય બીજે હોતો જ નથી. આ કારણથી કુલ ૮ નો ઉદય ટાળી ૭૨ નો ઉદય કહ્યો છે.
(૬-૭-૮) વિકલેન્દ્રિય માર્ગણા- એકેન્દ્રિયમાં જે ૮૦ નો ઉદય ઓધે અને મિથ્યાત્વે ઉપર કહ્યો છે તેમાંથી આતપ, સૂક્ષ્મ અને સાધારણ એ ત્રણ ઓછી કરો, અને ઔદારિક અંગોપાંગ, છેવટ્ટુ સંઘયણ, અશુભ વિહાયોગતિ, દુઃસ્વર અને સુસ્વર એમ પાંચ ઉમેરો એટલે ૮૨નો ઉદય બેઇન્દ્રિયાદિમાં હોય છે. ૫ જ્ઞાના. ૯ દર્શના. ૨ વેદનીય. (સ્ત્રી-પુરૂષવેદસમ્યક્ત્વ-મિશ્રમોહનીય વિના) ૨૪ મોહનીયની, ૧ તિર્યંચાયુષ્ય, ૧ નીચગોત્ર, ૫ અંતરાય, અને ૩૫ નામકર્મની એમ કુલ ૮૨ નો ઉદય હોય છે, નામકર્મની ૩૫ આ પ્રમાણે (૧ તિર્યંચગતિ, ૨ બેઇન્દ્રિયાદિ ત્રણમાંથી ૧ જાતિ, ૩ ઔદારિકશરીર, ૪ ઔદારિક અંગોપાંગ, ૫ છેવતૢ સંઘયણ, ૬ હુંડક સંસ્થાન, ૭ તિર્યંચાનુપૂર્વી, ૮ અશુભવિહાયોગતિ, ૯ પરાઘાત, ૧૦ ઉચ્છ્વાસ, ૧૨ ઉદ્યોત, ૧૨ ઉપઘાત. ૧૩ ત્રસ, ૧૪ બાદર, ૧૫ પર્યાપ્ત, ૧૬ અપર્યાપ્ત, ૧૭ પ્રત્યેક, ૧૮ દુર્ભગ, ૧૯ દુઃસ્વ૨, ૨૦ સુસ્વર, ૨૧ અનાદેય, ૨૨ યશ, રૃ૩ અયશ તથા ૧૨ ધ્રુવોદયી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org