Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
તૃતીય કર્મગ્રંથ ઉત્તર- મૂલ ૧૪ માર્ગણાઓમાંની કોઇ પણ એક માર્ગણામાં સર્વ સંસારિજીવોનો સમાવેશ લેવો છે તે આશયથી પ્રતિપક્ષભૂત ભેદ પણ તે માર્ગણામાં લેવાય છે. આ ગાથાની અવચૂર્ણિમાં કહ્યું છે કે વતુશસ્વપ મા સ્થાનેષ પ્રત્યે સર્વસાંસારિસદાર્થમિતિ | આ પ્રમાણે ચૌદ મૂલ માણાના ઉત્તરભેદો કુલ ૬૨ થાય છે. તે ૬ર ભેદો ઉપર ગુણસ્થાનક વાર બંધસ્વામિત્વ અહીં સમજાવવામાં આવશે. ગતિના ૪ વેદના ૩ દર્શનના ૪ સંજ્ઞીના ૨ ઇન્દ્રિયના ૫ કષાયના ૪ વેશ્યાના ૬ આહારીના ર કાયના ૬ જ્ઞાનના ૮ ભવ્યના ૨ કુલ ભેદો યોગના ૩ સંયમના ૭ સમ્યકત્વના ૬ ૬૨ થાય છે.
હવે ઉપરોક્ત બાસઠ માર્ગણા ઉપર ગુણસ્થાનકવાર બંધસ્વામિત્વ કહેવાનું છે. તેમાં ઘણી-ઘણી કર્મપ્રકૃતિઓ બંધમાંથી કાઢવાની છે અને ઘણી ઘણી ઉમેરવાની છે તે તમામ પ્રકૃતિઓ વારંવાર લખવાથી ગ્રંથ મોટો થઇ જાય, અને ભણનારને પણ અરુચિકારક બની જાય. તે માટે વારંવાર ઉમેરાતી અને દૂર કરાતી પ્રકૃતિઓને ક્રમશઃ ગોઠવીને સંજ્ઞા બનાવી આપે છે કે જેથી જ્યાં જેટલી પ્રકૃતિઓ ઓછી કરવી હોય કે ઉમેરવી હોય ત્યાં તે તે પ્રકૃતિમાંથી પ્રથમ પ્રકૃતિ લખી પાછળ સંખ્યા લખવાથી પ્રથમ કર્મગ્રંથમાં સમજાવેલી સંજ્ઞાની જેમ તેટલી પ્રકૃતિઓની વધઘટ સરળ રીતે થઈ શકે. સરળતા માટે આ સંજ્ઞાક્રમ બનાવ્યો છે. ૨ II जिण सुरविउव्वाहारदु, देवाउ य निरयसुहुमविगलतिगं । एगिदि थावरायव, नपु-मिच्छं हुंड छेवटुं ॥३॥ अणमज्झागिइसंघयण-कुखगनियइत्थिदुहगथीणतिगं । उज्जोय तिरिदुर्ग, तिरिनराउ नरउरलदुगरिसहं ॥ ४॥ युग्मम् ૧. આ બીજી ગાથા બૃહદ્બન્ધસ્વામિત્વ કર્મગ્રંથની છે આ કર્મગ્રંથની નથી. ઉપયોગી હોવાથી અહીં કહી છે. અવચૂર્ણિમાં આ ગાથા પહેલી ગાથાની ટીકામાં છે. જેથી આંક ૧ ઓછો છે ત્યાં કુલ ૨૪ ગાથા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org