Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બન્ધસ્વામિત્વ
૧૯ હવે બાસઠ માર્ગણામાં સૌથી પ્રથમ નરકગતિમાં બંધસ્વામિત્વ સમજાવે છે. सुरइगुणवीसवजं, इगसउ ओहेण बंधहिं निरया । तित्थ विणा मिच्छि सयं, सासणि नपु चउ विणा छन्नुई ॥५॥
(सुरैकोनविंशतिवर्जमेकशतमोघेन बध्नन्ति निरयाः । तीर्थं विना मिथ्यात्वे शतं, सास्वादने नपुंसकचतुष्कं विना षण्णवतिः)
શબ્દાર્થ= સુરદેવદ્ધિક આદિ, મુવીસ ઓગણીસ પ્રકૃતિઓ, વિનંવર્જીને, સ૩- એકસો એક, ગોરે= ઓધે, વંથર્દિક બાંધે છે, નિરયન નારકીના જીવો, તિર્થીતીર્થકર નામકર્મ, વિMI= વર્જીને, મિચ્છ= મિથ્યાત્વે, સસો પ્રકૃતિઓ, સાળસાસ્વાદને, નપુ૩- નપુંસક ચતુષ્ક, વળા= વજીને, ઇ-નુ છનું પ્રકૃતિઓ બંધાય છે.
ગાથાર્થ પ્રથમની ત્રણ નરકના જીવો દેવદ્રિક આદિ ૧૯ પ્રકૃતિઓ વર્જીને ઓઘે ૧૦૧ પ્રકૃતિઓ બાંધે છે. તેમાંથી તીર્થકર નામકર્મ વિના મિથ્યાત્વે સો પ્રકૃતિ બાંધે છે. અને સાસ્વાદને નપુંસક ચતુષ્ક વિના છ— કર્મપ્રકૃતિઓ બાંધે છે. તે પI
વિવેચન- ચૌદ મૂલમાર્ગણામાંથી પ્રથમ ગતિમાર્ગણા શરૂ કરે છે. ગતિમાર્ગણાના નરક-તિર્યચ-મનુષ્ય અને દેવ એમ ચાર ભેદ છે. તેથી તે ચારમાં પ્રથમ નરકગતિમાં બંધસ્વામિત્વ શરૂ કરે છે. રત્નપ્રભાશર્કરામભા આદિ કુલ સાત નરક પૃથ્વીઓ છે. અહીં ગાથામાં “નિરય'' શબ્દ હોવાથી સાતે નારકી લઈ શકાય છે. પરંતુ છઠ્ઠી-સાતમી ગાથામાં ચોથી-પાંચમી-છઠ્ઠી અને સાતમી નરક માટે ભિન્ન-ભિન્ન બંધસ્વામિત્વ આવે જ છે એટલે અહીં પ્રથમની ત્રણ નરકગતિ સમજવી.
પ્રથમની ત્રણ નરકપૃથ્વીના જીવો દેવદ્ધિક આદિ (ત્રીજી-ચોથી ગાથામાં જણાવેલા ક્રમ પ્રમાણે) ૧૯ પ્રકૃતિઓ વિના ૧૦૧ કર્મપ્રકૃતિઓ ઓધે (સામાન્યથી) બાંધે છે. ૧ થી ૪ ગુણસ્થાનકોમાં વર્તતા પ્રથમની ત્રણ નરકના સર્વ જીવોને આશ્રયી આ બંધ સંભવી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org