Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૪
તૃતીય કર્મગ્રંથ જીવે પરભવનું આયુષ્ય ન બાંધ્યું હોય તો નિયમ તે જીવ તે જ ભવે મોક્ષે જાય છે કારણકે આ ક્ષાયિક પામનાર મનુષ્ય જ હોય છે. જિનેશ્વર પ્રભુનો કાળ હોય છે અને પ્રથમ સંઘયણ હોય તો જ ક્ષત્યિક પામે છે એટલે અબધ્ધાયુને મોક્ષે જવામાં કોઇ પ્રતિબંધક તત્ત્વ ન હોવાથી નિયમ તે જ ભવે મોક્ષે જાય છે. પરંતુ જો બધ્ધાયુષ્ક હોય તો ચારે ગતિના આયુષ્યમાંથી કોઇપણ એક આયુષ્ય બાંધેલું સંભવી શકે છે. દેવ-નરકનું જો આયુષ્ય બાંધેલું હોય તો ત્રણ ભવે મોક્ષે જાય છે. (૧) જે ભાવમાં સાયિક પામ્યો તે મનુષ્યનો ભવ, (૨) દેવનું આયુષ્ય બાંધેલું હોય તો દેવનો, અને નરકનું આયુષ્ય બાંધેલું હોય તો નરકનો (૩) ત્યાંથી આવી મનુષ્યમાં આવી મોક્ષે જાય છે. આ જીવને બીજા દેવ અથવા નરકના ભવમાં ચોથે ગુણઠાણે મનુષ્પાયુષ્યનો બંધ થાય છે.
તથા ક્ષાયિક પામતાં પહેલાં જેઓએ તિર્યંચ-મનુષ્યનું આયુષ્ય બાંધ્યું હોય તો નિયમ યુગલિકભૂમિનું જ અસંખ્યાતા વર્ષનું જ બાંધેલું હોય છે. સંખ્યાતા વર્ષનું અયુગલિકભૂમિનું જો આયુષ્ય બાંધેલું હોય તો તે જીવને તે ભવમાં ક્ષાયિક સમ્યત્વ થતું નથી. તેથી આવા જીવને ચાર ભવ થાય છે. (૧) ક્ષાયિક જે ભવમાં પામે તે મનુષ્યનો ભવ, (૨) યુગલિક તિર્યંચ અથવા મનુષ્યનો, (૩) ત્યાં નિયમાં પોતાના ભવ જેટલું અથવા ન્યૂન દેવાયુષ્ય જ બંધાતું હોવાથી દેવભવ, અને (૪) ત્યાંથી ચ્યવી સંખ્યાતવર્ષનો મનુષ્યનો ભવ કરી મોક્ષે જાય છે તે ભૂવ. આવા જીવને યુગલિકવાળા ભવમાં ચોથે ગુણઠાણે દેવનું, અને દેવના ભવમાં ગયા પછી ત્યાંથી મનુષ્યમાં આવવા માટે મનુષ્યનું એમ બન્ને આયુષ્યનો બંધ ચોથે ગુણઠાણે હોઈ શકે છે.
કોઇક વખત ક્ષાયિકસમ્યફ્તી જીવ પાંચ ભવ પણ કરે છે. પરંતુ તે બહુ જ અલ્પ છે. (૧) ક્ષાયિક પામે તે, (૨) દેવ અથવા નરકનો, (૩) અને ત્રીજો ભવ દેવ-નરકમાંથી એવી સંખ્યાતવર્ષવાળા અયુગલિક મનુષ્યભવમાં જ જન્મે, પરંતુ ધારો કે ત્યાં પાંચમો- આરો હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org