Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઉદયસ્વામિત્વ દેવ-નારકીને હોતુ નથી, તિર્યંચ-મનુષ્યો પાંચમે ગુણઠાણે નિયમો દેવાયુષ્ય જ બાંધે છે. તથા છઠ્ઠું અને સાતમું ગુણઠાણું મનુષ્યને જ છે અને તેઓ પણ નિયમા ત્યાં દેવાયુષ્ય જ બાંધે છે. તે સર્વે આયુષ્યબંધનો આ ગાથામાં ઉપશસમ્યકત્વમાં નિષેધ જણાવે છે. આ રીતે ઉપશમ સમ્યકત્વ માર્ગણામાં ચોથા ગુણઠાણે દેવ-મનુષ્ય એમ બન્ને આયુષ્ય બંધાતાં નથી એમ જાણવું. એટલે ૭૭ ને બદલે ૭૫ બંધાય છે. તથા પાંચમા આદિ ગુણઠાણાઓમાં (પાંચ-છકે-અને સાતમે) જે એક દેવાયુષ્યનો બંધ સંભવે છે તેનો જ નિષેધ કરે છે એટલે ૬૭ ને બદલે ૬૬, ૬૩ ને બદલે ૬૨, ૫૮ ૫૯ ને બદલે ૫૮ બંધાય છે વધુ વિશેષ વિગત પાછળની ગાથામાં સમજાવી જ છે.
પ્રશ્ન- ઉપશમસમ્યકત્વ અને ક્ષયોપશમ સમ્યકત્વમાં પરસ્પર તફાવત શું? બન્નેની વ્યાખ્યામાં એક સરખો જ અર્થ આવે છે કે ઉદિતનો ક્ષય, અને અનુદિતનો ઉપશમ, તો આ બેમાં તફાવત શું?
ઉત્તર- આ ગાથાની અવચૂર્ણિમાં જ કહ્યું છે કે “સાયોપમ मिथ्यात्वदलिकवेदनं विपाकतो नास्ति, प्रदेशतः पुनर्विद्यते, औपशमिके તુ પ્રવેશતો નાસ્તતિ વિશેષ:=” પૂર્વે બાંધેલ જે મિથ્યાત્વ મોહનીય છે તેનો રસ હણીને મંદ બેઠાણીયો અને એકઠાણીયો કરે છે. આ પ્રમાણે મંદ રસવાળાં કરાયેલાં મિથ્યાત્વનાં દલિકોને સમ્યકત્વ મોહનીય કહેવાય છે. આ પ્રમાણે સમ્યકત્વ મોહનીય રૂપે પરિણાવી ઉદયથી જે ભોગવે છે તે દલિકો મિથ્યાત્વના ઘરનાં છે એ ટલે મિથ્યાત્વમોહનીયનો પ્રદેશોદય કહેવાય છે. પરંતુ તીવ્ર બેઠાણીયાત્રણઠાણીયા-કે ચાર ઠાણીયા રસરૂપે મિથ્યાત્વમોહનીયપણે વેદતો નથી, માટે મિથ્યાત્વમોહનીયનો રસોદય કહેવાતો નથી. આ પ્રમાણે ક્ષાયોપથમિક સમ્યકત્વમાં મિથ્યાત્વના દલિકોને વેદને વિપાકથી (રસોદયથી) નથી. પરંતુ પ્રદેશોદયથી છે. જ્યારે ઉપશમ સમ્યક્ત્વકાલે પૂર્વબધ્ધ તે મિથ્યાત્વમોહનીયનાં દલિકો અંતકરણ કાલમાંથી પહેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org