Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બન્ધસ્વામિત્વ અશુદ્ધિની અધિકતા હોય છે ત્યારે મિશ્રજ્ઞાનમાં અજ્ઞાનની અધિકતા હોય છે. દષ્ટિ અધિક શુદ્ધ હોય ત્યારે આ મિશ્ર જ્ઞાનની ગણતરી જ્ઞાનમાં ગણાતી હોવાથી અજ્ઞાનને બે જ ગુણઠાણાં કહેવાય છે. અને જ્યારે દૃષ્ટિ અશુદ્ધ વધારે હોય ત્યારે આ મિશ્રજ્ઞાનોની ગણતરી અજ્ઞાનમાં થાય છે તેથી અજ્ઞાનોને ત્રણ ગુણઠાણાં હોય છે. તેથી ઓધે ૧૧૭, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, અને ત્રીજું ગુણઠાણ ગણીએ તો ૭૪નો બંધ સમજવો.
મિશ્રગુણઠાણે વર્તતો જીવ ચોથા ગુણઠાણા તરફ જવાનો હોય તો વિશુદ્ધિ વધારે સંભવે છે અને પહેલા ગુણઠાણા તરફ જવાનો હોય તો અશુદ્ધિ વધારે સંભવે છે. તથા પંડિત શ્રી સુખલાલજીભાઈ કૃત વિવેચનમાં આમ પણ લખ્યું છે કે આ જીવ જ્યારે મિથ્યાત્વથી મિશ્રમોહનીયનો ઉદય થવાથી ત્રીજે ગુણઠાણે આવે છે ત્યારે મિથ્યાત્વાંશ વિશેષ હોવાના કારણે અશુદ્ધિ અધિક હોય છે. અને જ્યારે સમ્યકત્વ ગુણઠાણેથી મિશ્રગુણઠાણે આવે છે ત્યારે સમ્યત્વાંશ વિશેષ હોવાના કારણે શુદ્ધિ વધારે હોય છે. (જુઓ પંડિતજી શ્રી સુખલાલભાઈ કૃત વિવેચન, તૃતીય કર્મગ્રંથ ગાથા ૧૮મી, હિન્દીમાં પૃષ્ઠ પર).
અચલ્સ અને ચક્ષુ દર્શનમાં પ્રથમનાં ૧૨ ગુણઠાણાં હોય છે આ બને દર્શનો ક્ષયોપશમ ભાવવાળાં છે એટલે ક્ષાયિકભાવનું કેવળદર્શન થાય ત્યારે આ દર્શન સંભવતાં નથી. માટે ૧૨ ગુણસ્થાનકો કહ્યા છે. તથા જ્ઞાન એ વિશેષબોધ રૂપ છે હિતાહિતમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનાર છે. તેથી તેના જ્ઞાન-અજ્ઞાન ભેદો પડે છે સમ્યકત્વ હોય તો જ્ઞાન, અને સમ્યકત્વ ન હોય તો અજ્ઞાન કહેવાય છે, પરંતુ દર્શન એ સામાન્ય બોધ હોવાથી પ્રવૃત્તિ-નિવૃત્તિ કરાવનાર નથી તેથી તેમાં સમ્યગૂ અને મિથ્યા એવા ભેદો નથી, તેથી સમ્યગ્દષ્ટિને અને મિથ્યાષ્ટિને પણ ચક્ષુ દ્વારા કે ઇતર ઇન્દ્રિયો દ્વારા જે સામાન્ય બોધ થાય તે ચક્ષુ-અચકું દર્શન જ કહેવાય છે. માટે ૧ થી ૧૨ ગુણઠાણાં (સમ્યકત્વવાળાં અને સમ્યકત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org