Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૮
તૃતીય કર્મગ્રંથ
વિનાનાં પણ) કહ્યાં છે. બીજા કર્મગ્રંથની જેમ ૧૨૦, ૧૧૭, ૧૦૧ ઇત્યાદિ સામાન્ય બંધ જાણવો.
યથાખ્યાત ચારિત્રમાં છેલ્લા ચાર (૧૧-૧૨-૧૩-૧૪) એમ ચાર ગુણઠાણાં હોય છે. મોહનીય કર્મનો સર્વથા ઉદય અટકેલો હોવાથી સંપૂર્ણ વીતરાગ ભાવવાળું આ ચારિત્ર છે. બંધ માત્ર સાતાનો જ છે અને તે પણ ૧૧-૧૨-૧૩ મે ગુણઠાણે જ જાણવો, ચૌદમે ગુણઠાણે યથાખ્યાત ચારિત્ર હોવા છતાં પણ અયોગી હોવાથી બંધ થતો નથી. ॥ ૧૮ ॥
मणनाणि सग जयाई, समइयच्छेय चउ दुन्नि परिहारे । केवलदुगि दो चरमा, ऽजयाइ नव मइसुओहि दुगे ॥ १९ ॥
(मनोज्ञाने सप्त यतादीनि सामायिकच्छेदे चत्वारि द्वे परिहारे । केवलद्विके द्वे चरमे, ऽयतादीनि नवमतिश्रुतावधिद्विके).
શબ્દાર્થ= મના=િ મન:પર્યવજ્ઞાન માર્ગણામાં, સ= સાત ગુણઠાણાં, નયા= પ્રમત્તાદિ, સમય∞ય= સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપનીય ચારિત્રમાં, વ૩= ચાર ગુણઠાણાં, દુનિ= બે ગુણઠાણાં, પરિહારે= પરિહાર વિશુદ્ધિ ચારિત્રમાં, વાવૃત્તિ= કેવલદ્વિકમાં, ટો= બે ગુણઠાણાં, ઘરમ= છેલ્લાં, અનાયા= અવિરતિ આદિ, નવ= નવ ગુણઠાણાં, મસુગોહિલુરો= મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિક્રિકમાં.
ગાથાર્થ- પ્રમત્તથી સાત ગુણઠાણાં મન:પર્યવજ્ઞાનમાં, ચાર ગુણઠાણાં સામાયિક-છેદોપસ્થાપનીયમાં, બે ગુણઠાણાં પરિહારવિશુદ્ધિમાં, છેલ્લાં બે ગુણઠાણાં કેવલક્રિકમાં, અને અવિરતિ આદિ નવ ગુણઠાણાં મતિ-શ્રુતજ્ઞાન અને અધિઢિકમાં હોય છે. ૧૯
વિવેચન- મન:પર્યવજ્ઞાન માર્ગણામાં છઠ્ઠા પ્રમત્ત ગુણઠાણાથી બારમા ક્ષીણમોહ સુધીનાં કુલ સાત ગુણઠાણાં હોય છે. જો કે મન:પર્યવ જ્ઞાન એ એક વિશિષ્ટ લબ્ધિ છે તેથી એ અપ્રમાદ અવસ્થામાં જ ઉત્પન્ન થાય છે તેથી તેની પ્રાપ્તિ સાતમે ગુણઠાણે થાય છે. પરંતુ લબ્ધિવિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org