Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બન્ધસ્વામિત્વ
૭૧ તથા જ્ઞાનમાં સમ્યગુ અને મિથ્યા ભેદ છે કારણ કે પ્રવર્તકનિવર્તક છે તથા એ વિશેષ બોધરૂપ છે. તેથી જ ૧ થી ૩ માં અજ્ઞાન, અને ૪ થી ૧૨ માં જ્ઞાન કહેવાય છે. પરંતુ દર્શન એ સામાન્ય ઉપયોગરૂપ હોવાથી હિતાહિતમાં પ્રવર્તક-નિવર્તક ન હોવાથી સમ્યગૂ-મિથ્યાનો ભેદ દર્શનમાં નથી, તેથી જ ચક્ષુ-અચક્ષુ દર્શનમાં ૧ થી ૧૨ ગુણઠાણાં કહ્યાં છે, તે ન્યાયે અવધિદર્શનમાં પણ ૧ થી ૧૨ ગુણઠાણાં કહેવાં જોઇએ, વળી ૧ થી ૩ ગુણઠાણામાં વર્તતા વિર્ભાગજ્ઞાનીને (વિર્ભાગજ્ઞાન એ અવધિજ્ઞાનનો જ પ્રકાર હોવાથી) અવધિદર્શન હોઇ પણ શકે છે. સિધ્ધાન્તકારો અવધિદર્શનમાં ૧ થી ૧૨ ગુણઠાણાં માને પણ છે. પરંતુ કર્મગ્રંથકારો કોઈ અગમ્ય કારણસર એકથી ત્રણ ગુણઠાણે અવધિદર્શન કહેતા નથી. ૪ થી ૧૨ ગુણઠાણાં કહે છે. ચોથા કર્મગ્રંથમાં ૨૧ મી ગાથામાં પણ ૪ થી ૧૨ ગુણઠાણાં કહ્યાં છે તથા ચોથા જ કર્મગ્રંથમાં ૪૮ મી ગાથામાં ત્રીજે ગુણઠાણે જેમ અજ્ઞાન-જ્ઞાન મિશ્રિત હોય છે તેમ ત્રણે દર્શન હોય છે એમ પણ કહ્યું છે. અહીં સર્વત્ર વિવક્ષા માત્ર જ કારણ જાણવું પરંતુ મતભેદ કે મતાન્તર છે એમ ન જાણવું / ૧૯
अड उवसमि चउ वेयगि, खइए इक्कार मिच्छतिगि देसे ।
सुहुमि सठाणं तेरस, आहारगि नियनियगुणोहो ॥ २०॥ (अष्टोपशमे, चत्वारि वेदके, क्षायिके एकादश, मिथ्यात्वत्रिके देशे। सूक्ष्मे स्वस्थानं त्रयोदश, आहारके निजनिजगुणौघः )
શબ્દાર્થ= = આઠ, ૩વન ઉપશમ સમ્યકત્વમાં, ૩= ચાર ગુણસ્થાનકો, વેનિ= વેદકસમ્યક્ત્વમાં, ક્ષાયિકસમ્યકત્વમાં, રૂાર= અગિયાર, મિતિ= મિથ્યાત્વાદિ ત્રણમાં, સેક દેશવિરતિમાં, સુમિ- સૂક્ષ્મસંપરાયમાં, સાણં= પોતપોતાનું ગુણઠાણું હોય છે. તેરસ તેર, ગદારી આહારી માર્ગણામાં, નિનય= પોતપોતાના કુળદોગુણઠાણા પ્રમાણે ઘબંધ જાણવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org