Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૭૯
તૃતીય કર્મગ્રંથ
નો બંધ હોય છે. આ ચારિત્રવાળા જીવોને આહારક શરીરની રચના કરવા રૂપ આહારકદ્વિકનો ઉદય હોતો નથી પરંતુ તદ્યોગ્ય (આહારકટ્રિકના બંધને યોગ્ય) અધ્યવસાયો હોવાથી આહારકટ્રિકનો બંધ હોય છે. ઉદય નહીં હોવાનું ખાસ એ કારણ છે કે પરિહાર વિશુધ્ધિ ચારિત્ર ગ્રહણ કરનાર ઉત્કૃષ્ટથી પણ કંઇક ન્યૂન દશપૂર્વધારી જ હોય છે જ્યારે આહારક શરીરની રચના નિયમા ચૌદપૂર્વધારીને જ હોય છે. તેથી આહારકની રચના સંભવતી નથી.
કેવલજ્ઞાન અને કેવલદર્શન આ બે માર્ગણામાં છેલ્લાં બે (૧૩૧૪) ગુણસ્થાનક જ હોય છે. અન્ય ગુણસ્થાનકોમાં કેવલજ્ઞાન હોતું જ નથી. બંધ તેરમે ગુણઠાણે સાતાનો માત્ર ૧ જ હોય છે ચૌદમે ગુણઠાણે જીવ અબંધક છે.
મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન- અને અધિદર્શન આ ચારે માર્ગણાઓમાં ‘‘અનયારૂ'' = અવિરતિ આદિ છે. = અવિરત સમ્યગ્દષ્ટિથી પ્રારંભીને ક્ષીણમોહ સુધીનાં (૪ થી ૧૨ સુધીનાં) કુલ નવ ગુણસ્થાનકો હોય છે. પ્રથમનાં ત્રણ ગુણસ્થાનકોમાં સમ્યક્ત્વ ન હોવાથી જ્ઞાન સંભવતું નથી, તથા અન્તિમ બે ગુણસ્થાનકોમાં કેવલજ્ઞાન ક્ષાયિક ભાવનું હોવાથી ક્ષાયોપમિક ભાવનાં આ ૩ જ્ઞાનો અને અવધિદર્શન હોતાં નથી. અહીં પણ ઓઘબંધ જાણવો. આહારકક્રિકનો બંધ આગળ સાતમે- આઠમે સંભવતો હોવાથી ઓઘે ૭૯, ચોથે ૭૭, પાંચમે ૬૭, વગેરે બંધ જાણવો.
અહીં એ વાત વિશેષપણે જાણવી કે ત્રણ અજ્ઞાનમાં બે અથવા ત્રણ ગુણસ્થાનક કહ્યાં, અને અહીં મત્યાદિ જ્ઞાનોમાં માત્ર ૪ થી ૧૨ ગુણસ્થાનકો જ કહ્યાં, ત્રીજું ન હ્યું, તેનું કારણ એ છે કે મિશ્રગુણઠાણે સમ્યક્ત્વ ન હોવાથી અજ્ઞાન જ ગણાય છે અહીં શુધ્ધજ્ઞાન નથી માટે મતિજ્ઞાનાદિમાં ત્રીજું ગુણઠાણું કહ્યું નથી, અને અશુધ્ધ એવું પણ જ્ઞાન
જ્યારે અજ્ઞાન કરતાં અધિકાંશે હોય છે તે વિવક્ષાએ અજ્ઞાનમાં ૨ અથવા ૩ ગુણઠાણાં કહ્યાં છે. બન્નેમાં વિવક્ષાભેદ માત્ર જ કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org