Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બન્યસ્વામિત્વ પ્રાપ્ત થયા પછી જીવ છેડે ગુણઠાણે આવે છે કારણકે છઠ્ઠ-સાતમું ગુણઠાણું વારાફરતી પરિવર્તનશીલ છે. એટલે કે ગુણઠાણે પણ મન:પર્યવજ્ઞાન સંભવી શકે છે. તેરમા-ચૌદમ ગુણઠાણે ક્ષાયિકભાવનું કેવલજ્ઞાન પ્રગટ થવાથી ક્ષાયોપથમિક ભાવનાં મત્યાદિ ચાર જ્ઞાનો હોતાં નથી. તેથી મન:પર્યવજ્ઞાનમાં ૬ થી ૧૨ એમ કુલ ૭ ગુણઠાણાં હોય છે. બીજા કર્મગ્રંથમાં કહ્યા પ્રમાણે ઘબંધ હોય છે. ઓઘે આહારકદ્ધિક સહિત ૬૫, છરે ૬૩, સાતમે ૫૮ ૫૯, આઠમે પ૮પ૬ ૨૬, નવમે ૨૨/૦૧/૨૦૧૮ ૧૮, દશમે ૧૭, અગિયારમે અને બારમે ગુણઠાણે ૧નો બંધ હોય છે.
આ મૂળગાથામાં કહેલું યાર્ડ = પ્રમત્તાદિ આ પદ દરેકમાર્ગણામાં જોડવું. જેથી મન:પર્યવજ્ઞાનમાં જેમ પ્રમત્તાદિ ૭ ગુણઠાણાં કહ્યાં, તેમ સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્રમાં તે જ પ્રમત્તાદિ ચાર ગુણઠાણાં હિોય છે. ૧ થી ૫ ગુણઠાણામાં સર્વવિરતિ ચારિત્ર જ નથી. અને દશમે સૂક્ષ્મસંપરાય તથા અગિયારમાથી યથાખ્યાત ચારિત્ર છે. માટે આ બે ચારિત્રમાં ૬ થી ૯ કુલ ૪ ગુણસ્થાનકો હોય છે. સર્વત્ર ઓઘબંધ જાણવો, ઓધે આહારકદ્ધિક સહિત ૬૫, છકે ૬૩, સાતમે પ૮/૫૯, આઠમે પ૮ પ૬/ર૬, નવમે ૨૨ થી ૧૮ સુધીનો બંધ હોય છે. સામાયિકચારિત્ર સર્વ ક્ષેત્રોમાં સર્વ તીર્થકર ભગવન્તોના શાસનમાં હોય છે. પરંતુ છેદોપસ્થાપનીય ચારિત્ર ભરત-ઐરાવતમાં જ, પ્રથમ અને અન્તિમ તીર્થકર ભગવન્તોના શાસનમાં જ જીવોની તેવી યોગ્યતાના કારણે હોય છે. બાવીસ તીર્થંકર ભગવંતોના શાસનમાં કોઈ જીવમાં કવચિત્ સાતિચાર છેદોપસ્થાપનીય સંભવી શકે છે.
પરિહાર વિશુધ્ધિ ચારિત્રમાં નાડું = પ્રમત્તાદિ બે ગુણઠાણાં હોય છે. આ ચારિત્રવાળા આત્માઓ શ્રેણીનો આરંભ કરતા નથી, આ ગાથામાં તથા ચોથા કર્મગ્રંથમાં પણ બે જ ગુણસ્થાનકોના પ્રતિપાદનથી જ જણાય છે કે આ જીવોમાં શ્રેણીને યોગ્ય અધ્યવસાયોનો અભાવ છે. માટે છઠું અને સાતમું બે જ ગુણસ્થાનક છે. ઓથે ૬૫, છૐ ૬૩, અને સાતમે ૫૮ ૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org