Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બન્ધસ્વામિત્વ
૨
)
સાતમી નરકના જીવોના બંધસ્વામિત્વનું યત્ર 1 ગુણસ્થાનક બંધ | શા. દશ | વદ માહ | આયા નામ | માત્ર અંત) બંધન અપાય
ઓથે
૧ | મિથ્યાત્વે
ધાત્ T et |
૨૧+૨=૨૪
| સાસ્વાદન | ૯૧ ૫ | | |
| |૪|૧
૪૫ | ૧
| ૫ | ૨૪+૨=૨૯
મિશ્ર
(૭૦ | પ
૨૨ | ૧
| ૫
|
૨૯+૨૪= ૫૨–૧=૫૦
૪ | અવિરત
[૬
| ૨
૧૯
૨૯+૧૪= ૫૨૮૬=૫૦
હવે તિર્યંચગતિમાં બંધસ્વામિત્વ સમજાવે છે.
તિર્યંચો બે પ્રકારના છે પર્યાપ્તા અને અપર્યાપ્તા. જે સ્વયોગ્ય પર્યાદ્ધિઓ પૂર્ણ કર્યા પછી જ મૃત્યુ પામનાર છે તે (લબ્ધિ) પર્યાપ્તા, અને જે અધુરી પર્યાપ્તિએ મૃત્યુ પામનાર છે તે (લબ્ધિ) અપર્યાપ્તા. પર્યાપ્ત નામકર્મ અને અપર્યાપ્ત નામકર્મનો ઉદય લબ્ધિ પર્યાપ્તા અને લબ્ધિ અપર્યાપ્તાને આશ્રયીને જ હોય છે. કરણપર્યાપ્તા અને કરણ અપર્યાપ્તાને આશ્રયી પર્યાપ્ત-અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોતો નથી. લબ્ધિ પર્યાપ્ત તિર્યંચાને ૧ થી ૫ ગુણસ્થાનક હોય છે અને લબ્ધિ અપર્યાપ્ત તિર્યંચોને મારી પહેલું જ ગુણસ્થાનક હોય છે. તે બન્નેમાંથી પ્રથમ લબ્ધિ પર્યાપ્તને આશ્રયી બંધસ્વામિત્વ કહે છે.
તીર્થંકર નામકર્મ અને આહારકદ્ધિક એમ કુલ ૩ પ્રકૃતિ વિના પર્યાપ્ત તિર્યંચો ઓથે અને મિથ્યાત્વે ૧૧૭ કર્મપ્રકૃતિઓ બાંધે છે. તિર્યંચગતિમાં તીર્થકર નામકર્મના બંધનો નિષેધ હોવાથી તે બંધાતું નથી. : તીર્થકર નામકર્મ સર્વજીવોને જૈનશાસનના રસિક બનાવવાની ભાવનાથી જીવ છેલ્લેથી ત્રીજા ભવમાં બાંધે છે તે વખતે નિયમો મનુષ્ય જ હોય છે. કારણકે તે જીવ જ વિશિષ્ટ ધર્મ પામેલો હોવાથી તેને જ પરને ધર્મ પમાડવાની આવી ઉમદા ભાવના આવે છે. છેલ્લો ભવ તીર્થંકરપણાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org