Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
તૃતીય કર્મગ્રંથ (आहारषट्के विनौघे चतुर्दशशतं मिथ्यात्वे जिनपञ्चकहीनम् । सासादने चतुर्नवतिर्विना, नरतिर्यगायुः सूक्ष्मत्रयोदश )
શબ્દાર્થ= આદિઈ વિળોટૅક આહારક પક વિના ધે, નિV[પાદi= તીર્થકર નામકર્મ આદિ પાંચ વિના, મિf$= મિથ્યાત્વે, ૨૩૪૩= એકસો ચૌદ, સાળ= સાસ્વાદને, વડનવ= ચોરાણું બંધાય છે. વિMI= વિના, નરિકી= મનુષ્ય અને તિર્યંચાયુષ્ય, સુદુમતિ= સૂક્ષ્માદિ તેર.
ગાથાર્થ દારિક મિશ્ર કાયયોગમાં આહારક ષક વિના ધે ૧૧૪ બંધાય છે. તીર્થકર નામકર્માદિ પાંચ પ્રકૃતિ વિના મિથ્યાત્વે ૧૦૯ બંધાય છે. અને મનુષ્ય-તિર્યંચાયુષ્ય તથા સૂક્ષ્માદિ ૧૩ વિના સાસ્વાદને ૯૪ બંધાય છે. I૧૫ /
વિવેચન- દારિકમિશ્ર કાયયોગ માર્ગણામાં ઓધે આહારક ષક વિના ૧૧૪ પ્રકૃતિ બંધાય છે. આ યોગ કરણ અપર્યાપ્ત અવસ્થામાં અને તેરમે ગુણઠાણે હોય છે. ત્યાં અપર્યાપ્તાવસ્થામાં સંયમાવસ્થા ન હોવાથી આહારકદ્ધિક બંધાતું નથી. તથા કરણ અપર્યાપ્ત અવસ્થામાં સામાન્યથી અતિશય વિશુદ્ધિ અને અતિશય સંકુલેશ ન હોવાથી દેવગતિ પ્રાયોગ્ય કે નરકગતિ પ્રાયોગ્ય બંધ થતો નથી. એટલે દેવત્રિક-નરકત્રિક-અને વૈક્રિયદ્ધિક એમ આઠ પ્રકૃતિઓનો બંધ ન્યૂન થવો જોઇએ. પરંતુ અવિરત સમ્યગ્દષ્ટિ તિર્યચ-મનુષ્યોને જ્યારે સમ્યત્વ હોય ત્યારે નિયમા દેવ પ્રાયોગ્ય જ બંધ થાય છે. અન્યગતિ પ્રાયોગ્ય બંધ થતો નથી. તેથી દેવગતિ-દે વાતુપૂર્વી-વૈક્રિયશરીર અને વૈક્રિયાંગોપાંગ આ ચાર પ્રકૃતિઓ ચોથે ગુણઠાણે બંધમાં આવવાની છે એટલે ઓથે પણ બંધમાં લેવી પડે છે માટે આઠ ન્યૂન ન કરતાં શેષ દેવાયુષ્ય અને નરકત્રિક જ બંધમાંથી ન્યૂન થાય છે. એમ આહારદિક દેવાયુષ્ય-અને નરકત્રિક કુલ છે પ્રકૃતિ વિના આવે ૧૧૪ નો બંધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org