Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બન્યસ્વામિત્વ
૪૯ દારિકમિશ્ર કાયયોગ સર્વપર્યાદ્ધિઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી હોય છે તે મત ગ્રંથકારશ્રીને માન્ય છે તેને આશ્રયીને ૪ આ ૧૧૪ નો બંધ તથા આગળ પહેલા ગુણઠાણે ૧૦૯ ને બંધ કહ્યો છે. કારણકે ૧૧૪ અને ૧૦૯ ના બંધમાં તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યનો બંધ રાખેલ છે, ધૂન કરેલ નથી. હવે જો આ કાયયોગ શરીરપર્યાપ્તિ પૂર્ણ કરે ત્યાં સુધી જ હોય તો આ બે આયુષ્યનો બંધ પણ ન્યૂન જ કરવો પડે. કારણકે આયુષ્ય ત્રણ (આહાર-શરીર-અને ઇન્દ્રિય) પર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ બંધાય છે શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં આયુષ્યનો બંધ થતો જ નથી માટે સર્વ પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી આ મિશ્રયોગ હોય છે એમ ગ્રંથકારશ્રીને ઇષ્ટ છે. તથા ગ્રંથકારશ્રી પોતે જ આગળ ચોથા કર્મગ્રંથની ચોથી ગાથામાં “તપ૩રત્નમને'' આ પદમાં અન્ય આચાર્યોનું નામ આપીને કહે છે કે શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય ત્યારબાદ ઔદારિક કાયયોગ હોય છે (પરંતુ ઔદારિક મિશ્ર કાયયોગ હોતો નથી) એમ અન્ય આચાર્યો માને છે એટલે આ મત પોતાને ઈષ્ટ નથી એમ ફલિત થાય છે. તેથી જ ૧૧૪ અને ૧૦૯ નો બંધ ઘટી શકે છે.
જીવવિજયજી મહારાજશ્રી કૃત ટબામાં આવો સંદેહ કરવામાં આવ્યો છે કે ઔદારિક મિશ્ર કાયયોગ શરીર પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી જ હોય તો ત્યાં આ બે આયુષ્યનો બંધ કેમ ઘટે ? પરંતુ જો સર્વ પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી મિશ્ર માનવામાં આવે તો આ સંદેહ રહેતો નથી.
તથા દિગંબર સંપ્રદાયને માન્ય “ગોમટસારમાં” પણ ૧૧૪ અને ૧૦૯ નો જ બંધ જણાવેલ છે. તે પાઠ પણ આ પ્રમાણે
"ओराले वा मिस्से, न सुरनिस्याउहारनिरयदुगं । fમgો કેવો, તિત્ય હિ વિકે ત્યિ ”
(ગમ્મસાર-કર્મકાંડ ગાથા-૧૧ ૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org