Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બન્ધસ્વામિત્વ
૪૭
પણ મનુષ્યગતિમાં જ સંભવે છે. તેથી મનુષ્યગતિની માફક બંધ કહેલ છે. ઘે ૧૨૦, પહેલે ૧૧૭, બીજે ૧૦૧, ત્રીજે ૬૯, ચોથે ૭૧, પાંચમે ૬૭, છઠ્ઠ ૬૩ વગેરે બીજા કર્મગ્રંથની જેમ જ બંધ જાણવો.
પરંતુ મનયોગ અને વચનયોગ રહિત કેવળ ઔદારિક કાયયોગ જો લેવામાં આવે તો મન-વચન વિનાનો કેવલ ઔદારિક કાયયોગ માત્ર પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયમાં જ હોય છે તેથી પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવોની જેમ જ બંધ સમજવો અવચૂર્ણિમાં કહ્યું છે કે ‘‘મનોવાળ્યો પૂર્વ औदारिककाययोगे नरभंगः, “इय चउगुणेसु वि नरा" इत्यादिना प्रागुक्तस्वरूपः ।'' તથા છેલ્લી પંક્તિમાં કહ્યું છે કે વેવલાયયોગે त्वेकेन्द्रियभङ्गः ।
હવે ઔદારિકમિશ્ર કાયયોગમાં બંધસ્વામિત્વ કહેવાનું છે તે હવે પછીની ૧૫મી ગાથામાં કહેવાશે, ઔદારિકમિશ્ર કાયયોગ મનુષ્ય-તિર્યંચના ભવમાં ઉત્પત્તિના બીજા સમયથી તૈજસ-કાર્યણની સાથે (મિશ્રરૂપે) હોય છે. આ ઔદારિક મિશ્ર કાયયોગ કેટલાક આચાર્યોના મતે શરીરપર્યાપ્તિ પૂર્ણ કરે ત્યાં સુધી, અને કેટલાક આચાર્યોના મતે સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરે ત્યાં સુધી હોય છે. પરંતુ બન્ને આચાર્યોના મતે કરણ અપર્યાપ્ત અવસ્થામાં જ આ યોગ સંભવે છે. તે વખતે જીવને ફક્ત મિથ્યાત્વસાસ્વાદન અને અવિરત સમ્યગ્દષ્ટિ એમ ત્રણ જ ગુણસ્થાનક હોય છે. વિરતિવાળાં અને મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનક હોતાં નથી. તથા કેવલી સમુદ્ધાત અવસ્થામાં બીજા-છઠ્ઠા અને સાતમા સમયે પણ આ ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે. એમ કુલ ૧-૨-૪-૧૩ આ ચાર ગુણસ્થાનકે તથા ચારેનો ગુણસ્થાનકોનો સાથે ઓઘબંધ આ યોગ માર્ગણામાં હવે કહેવાશે.
119811
आहारछगविणोहे, चउदससउमिच्छिजिणपणगहीणं । सासणि चउनवइ विणा, तिरिअनराउ सुहुमतेर ॥ १५ ॥
(नरतिरिआऊ सुहुमतेर )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org