Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૬૦
તૃતીય કર્મગ્રંથ
કાર્પણ કાયયોગનું બંધસ્વામિત્વ ઔદારિકમિશ્રકાયયોગની જેમ જ બરાબર કહેવું. ફક્ત તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યનો બંધ ઓ. મિશ્રમમાં છે તે કાર્યણકાયયોગમાં ન કહેવો. કારણકે ઔ. મિશ્ર સર્વ પર્યાતિ પૂર્ણ ન કરે ત્યાં સુધી હોય છે. એટલે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા પછી શેષ પર્યાપ્તિઓ બાકી હોય ત્યાં સુધીમાં ઔ. મિશ્રકાયયોગ હોતે છતે આયુષ્યના બંધનો સંભવ ઘટે છે. પરંતુ કાર્પણ કાયયોગ તો ફક્ત વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમસમયે જ હોય છે ત્યાં આયુષ્યના બંધનો સંભવ નથી. માટે બે આયુષ્યબંધ ન લેવો. તેથી ઓઘે ૧૧૨, મિથ્યાત્વે ૧૦૭, સાસ્વાદને ૯૪, (આ સાસ્વાદનમાં જે બે આયુષ્ય ઓછા કરવાનું કહ્યું છે તે છે જ નહીં, સૂક્ષ્માદિ તેરની સાથે ઓછાં થઇ જ ચૂક્યાં છે માટે ૯૪), અવિરતે ૭૫, સયોગી ગુણઠાણે (ત્રીજા-ચોથા અને પાંચમા સમયે) ૧, સાતાવેદનીય બંધાય છે.
આ કાર્મણ કાયયોગ વિગ્રહગતિમાં ચારે ગતિના જીવોને હોય છે એટલે દેવપ્રાયોગ્ય અને મનુષ્યપ્રાયોગ્ય એમ બન્ને પ્રકારનો બંધ ચોથે ગુણઠાણે સંભવી શકે છે. તેથી ‘‘ઞળવવીસાર્'' પદમાં કહ્યા પ્રમાણે ૨૪ જ ઓછી કરીને ૭૫નો બંધ કહેવો. પરંતુ આર્ફે પદથી ૨૪+૫=૨૯ ઓછી કરીને નો બંધ ન કહેવો. આટલા માટે જ ૩ળતીÉ શબ્દ ન લખતાં વડવીસાફ શબ્દનો ઉલ્લેખ છે. અને ઔમિશ્ર યોગ વખતે આર્ પદથી ૫ વધારે ઓછી કરીને ૭૦નો બંધ કહેવો.
આહારક કાયયોગ અને આહારકમિશ્રકાયયોગમાં ઓઘબંધ (બીજા કર્મગ્રંથની જેમ જ બંધ) જાણવો. આહારક કાયયોગમાં આહારકશરીરની અપેક્ષાએ પર્યાપ્ત અવસ્થા હોવાથી છઠ્ઠું અને સાતમું એમ બન્ને ગુણસ્થાનકો હોય છે અને ૬૩-૫૮/૫૯નો બંધ હોય છે. પરંતુ આહારક મિશ્ર કાયયોગ તો આહારકશરીરની સર્વપર્યાપ્તિઓ સંપૂર્ણ ન રચાય ત્યાં સુધી જ તે શરીર સંબંધી અપર્યાપ્ત અવસ્થામાં જ હોવાથી છઠ્ઠું જ ગુણસ્થાનક હોય છે કારણકે એક શરીરમાંથી બીજા શરીરની રચના કરવી તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org