Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
६४
તૃતીય કર્મગ્રંથ અહીં વેદમાર્ગણા તથા કષાય માર્ગણામાં પણ બીજા કર્મગ્રંથની જેમ જ બંધ જાણી લેવો.
ત્રણે વેદમાં ઓથે ૧૨૦, પહેલે ૧૧૭, બીજે ૧૦૧, ત્રીજે ૭૪, ચોથે ૭૭, પાંચમે ૬૭, છકે ૬૩, સાતમે ૫૮/પ૯, આઠમે ૫૮પ૬૨૬ અને નવમે ૨૨નો બંધ જાણવો. અહીં ત્રણે વેદના ઉદયવાળા જીવોમાં સમ્યકત્વ અને સંયમ વિદ્યમાન હોવાથી તીર્થંકરનામકર્મ અને આહારદિકના બંધનો સંભવ છે. વેદોદય નવમા ગુણઠાણાના પ્રથમ ભાગ સુધી જ હોય છે તેથી બીજા આદિ ભાગોમાં થતા ૨૧-૨૦ આદિ બંધ હોતા નથી.
અનંતાનુબંધી કષાયમાં માત્ર પહેલું અને બીજું જ ગુણઠાણું હોવાથી સમ્યકત્વ અને સંયમ નથી તેથી તીર્થકર નામકર્મ અને આહારકટ્રિકનો બંધ સંભવતો નથી. ઓધે ૧૧૭, પહેલે પણ ૧૧૭ અને બીજે ગુણઠાણે ૧૦૧નો બંધ હોય છે.
અપ્રત્યાખ્યાનીય કષાયમાં એકથી ચાર ગુણસ્થાનકો છે જેથી સમ્યકત્વ છે પરંતુ સંયમ નથી. તેથી તીર્થકર નામકર્મનો બંધ હોઈ શકે છે પરંતુ આહારકદ્ધિકનો બંધ સંભવતો નથી. માટે ઓધે ૧૧૮, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, મિશ્ર ૭૪, અને અવિરતે ૭૭નો બંધ હોય છે.
પ્રત્યાખ્યાનાવરણીય કષાયમાં એકથી પાંચ ગુણસ્થાનકો છે. જેથી ત્યાં પણ સમ્યકત્વછે પરંતુ સંયમ નથી. માટે ઓધે ૧૧૮, પહેલે ૧૧૭, બીજે ૧૦૧, ત્રીજે ૭૪, ચોથે ૭૭, અને પાંચમે ૬૭નો બંધ થાય છે. આ પ્રમાણે આ માર્ગણાઓમાં ગુણસ્થાનકને અનુસાર બંધ જાણવો. ૧૭I संजलणतिगे नव दस, लोभे चउ अजइ दुति अनाणतिगे । बारस अचक्खुचक्खुसु, पढमा अहक्खाय चरमचऊ ॥१८॥
(संज्वलनत्रिके नव दश लोभे, चत्वार्ययते द्वे त्रीण्यज्ञानत्रिके । द्वादशाचक्षुश्चक्षुषोः प्रथमानि यथाख्याते चरमचत्वारि )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org