Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બન્યસ્વામિત્વ શાસ્ત્રકારોએ પ્રમાદ કહ્યો છે એટલા જ માટે મહાત્મા પુરૂષોને પુણ્યોદયથી તથા મહનીયાદિ કર્મોના ક્ષયોપશમથી લબ્ધિઓ ઉત્પન્ન થાય છે પરંતુ બળવત્તર કારણ વિના તેનો પ્રયોગ કરતા નથી. કારણકે તેની વિમુર્વણા કરવી એ પ્રમાદાવસ્થા છે.
આહારક કાયયોગમાં છકે ૬૩, અને સાતમે ૫૮ ૫૯ને બંધ, તથા આહારકમિશ્નમાં માત્ર છઠ્ઠ ગુણઠાણું, અને ત્યાં ૬૩નો બંધ જાણવો. પ્રાચીન બંધસ્વામિત્વમાં પણ આ પ્રમાણે જ કહ્યું છે. (જુઓ ગાથા ૩૨).
/ ૧૬ / આ પ્રમાણે દારિક, દારિકમિશ્ર, કાર્મણ, આહારક, અને આહારકમિશ્ર કાયયોગમાં બંધસ્વામિત્વ કહીને હવે બાકી રહેલા વૈક્રિય અને વૈક્રિયમિશ્ર કાયયોગમાં બંધસ્વામિત્વ જણાવે છે.
सुरओहो वेउव्वे, तिरियनराउरहिओ य तम्मिस्से । वेयतिगाइमबियतिय कसाय नव दु चउ-पंच गुणे ॥१७॥
(सुरौघो वैक्रिये, तिर्यङ्नायूरहितश्च तन्मिश्रे । वेदत्रिकादिमद्वितीयतृतीयकषाया नवद्विचतुष्पञ्चगुणे )
શબ્દાર્થ= સુરોહો= દેવની જેમ સામાન્યથી, વેલ્વે= વૈક્રિયકાય યોગમાં, તિરિયનરસિદિ= તિર્યંચ અને મનુષ્યના આયુષ્યરહિત, તમિત્તે તે જ વૈક્રિયમિશ્રમાં, વેતિપI= ત્રણ વેદમાં, ગાવિયતીકસાયે= પહેલા-બીજા-અને ત્રીજા કષાયમાં, (અનુક્રમે) નવ-ટુ-વર્ડપંવ-Tળ= નવ-બે-ચાર અને પાંચ ગુણઠાણા હોય છે.
ગાથાર્થ- વૈક્રિયકાયયોગમાં દેવગતિની જેમ બંધ સામાન્યપણે જાણવા, વક્રિયમિશકાયયોગમાં તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય રહિત બંધ જાણવા વેદત્રિક, પ્રથમ-દ્વિતીય અને તૃતીય કષાયમાં અનુક્રમે નવ-બેચાર અને પાંચ ગુણઠાણાં હોય છે. ૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org