Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પર
તૃતીય કર્મગ્રંથ કાળ જ હોય છે અને આ બે આયુષ્યનો બંધ ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ થયા પછી જ થાય છે. ત્યાં સુધી તો બે અંતર્મુહૂર્ત કાળ ચાલ્યો જતો હોવાથી સાસ્વાદન હોતું નથી. આ રીતે સાસ્વાદન જ્યારે પ્રથમની છ આવલિકામાં છે ત્યારે આયુષનો બંધ નથી અને જ્યારે ત્રણ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી આયુષ્યનો બંધ સંભવે છે ત્યારે સાસ્વાદન ગુણઠાણું નથી. તેથી બે આયુષ્યને બંધ ઘટતો નથી'.
તથા સૂક્ષ્માદિ ૧૩નો બંધ મિથ્યાત્વ પ્રત્યયિક છે તેથી સાસ્વાદને હોતો નથી. ત્રીજું મિશ્રગુણસ્થાનક આ યોગમાં સંભવતું નથી. કારણકે મિશ્રગુણસ્થાનકે વર્તમાન આત્મા મૃત્યુ પામતો નથી અને મૃત્યુ વિના અન્યભવ સંબંધી અપર્યાપ્તાવસ્થા આવતી નથી. તેથી ઔ. મિશ્રયોગ ત્રીજે ગુણઠાણે હોતો નથી. II૧૫ II
ચોથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે આ ઔદારિકમિશ્ન કાયયોગ માર્ગણામાં કેટલી પ્રકૃતિ બંધાય છે. તે હવે જણાવે છે
अणचउवीसाइ विणा, जिणपणजुय सम्मि जोगिणो सायं । विणु तिरिनराउ कम्मेवि, एवमाहारदुगि ओहो ॥ १६ ॥ ૧ અહીં આચાર્યશ્રી પોતે જ સાસ્વાદને ૯૪ નો બંધ કહે છે. અવચૂર્ણિકાર પણ એમ જ કહે છે. યુક્તિ પણ આપે છે કે નરતિર્યયુષીરપર્યાત્વેન સાસ િવત્થામાવતિ, બન્ને ટબામાં, પ્રાચીન તૃતીયકર્મગ્રંથમાં અને ગોમટસારમાં ઔદારિકમિશ્રકાયયોગમાં ૯૪ નો જ બંધ કહ્યો છે. અને આ જ ગ્રંથકારે આ જ કર્મગ્રંથની ૧૩ મી ગાથામાં પૃથ્વીકાયદિ માર્ગણામાં સાસ્વાદને આ બે આયુષ્ય સહિત ૯૬ નો બંધ કહ્યો છે. તે કેમ ઘટે? ઔદારિકમિશ્રયોગ પૃથ્વીકાયાદિ ૧૦ દંડક જીવોમાં જ હોય છે. જો પૃથ્વીકાયાદિજીવોમાં આયુષ્યબંધ સાસ્વાદને હોય તો ઔ મિશ્રમાં તો હોય જ, તો ૯૪ કેમ કહેવાય? અને જો ઓ. મિશ્રમાં સાસ્વાદને આયુષ્યનો બંધ ન હોય તો પૃથ્વીકાયાદિમાં કેવી રીતે હોય? ત્યાં પણ ૯૬ કેમ કહેવાય? તથા અવચૂર્ણિકારે જ ૧૨મી ગાથામાં “શારીરત્યુત્તરતિમfપ સમાનભાવ-ગ્રેષ્ઠત્વાયુર્વળ્યો.fમપ્રેત" આવી યુક્તિ જણાવી છે. અને અહીં અવચૂર્ણિકારે જ પર્યાપ્તત્વેન સાસદને વસ્થામવાતું' યુક્તિ આપી છે. એટલે આ વિષય તત્ત્વજ્ઞપુરૂષોએ વિચારવો, પૂર્વાપરના અન્યગ્રંથોના પાઠોનું નિરીક્ષણ કરતાં ૯૪ નો બંધ હાલ વધુ યુક્તિસંગત લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org