Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બન્ધસ્વામિત્વ
૫૫. જ બંધ કરે છે મનુષ્યપ્રાયોગ્ય બંધ કરતા નથી. તેથી મનુષ્યપ્રાયોગ્ય મનુષ્યદ્ધિ કાદિ પાંચનો બંધ ઓછો કરવો જ જોઇએ, વળી મનુષ્યગતિમાર્ગણામાં ૭૧, અને તિર્યંચગતિમાર્ગણામાં જો ૭૦ બંધાતી હોય તો દારિકમિશ્ર કાયયોગમાં પણ ચોથે ગુણઠાણે (તે જ ૭૧ મનુષ્પાયુષ્ય વિના) ૭૦ થાય તેનો જ બંધ કહેવો જોઇએ. પરંતુ તેનો ઉત્તર સ્પષ્ટપણે અવચૂર્ણિમાં આપ્યો નથી. અવચૂર્ણિમાં તો “પગ્રસતિસ્તાસામૌઢારિઋમિશ્રમયો ની સંખ્યત્વે વૈજ્ઞાતિ” એમ સ્પષ્ટ કહ્યું છે. તેથી અમે પણ વિવેચનમાં ૭૫ નો બંધ કહ્યો છે.
પરંતુ સૂક્ષ્મતૃષ્ટિએ વિચાર કરતાં અવચૂર્ણિને આધાર જો ન લઇએ અને આ મૂલગાથાને આધાર લઇએ તો તેનો ઉત્તર મળી જાય છે. ગ્રંથકર્તા શ્રી દેવેન્દ્રસૂરિજીને દારિક મિશ્રકાયયોગે ચોથે ગુણઠાણે ૭૫નો બંધ ઇષ્ટ નથી પરંતુ ૭૦ નો જ બંધ ઈષ્ટ છે તેના મુખ્ય બે કારણો જણાય છે. (૧) આ મૂળ ગાથામાં ક્યાંય ૭૫નો ઉલ્લેખ નથી. (૨) બળવંડવી સારું = પદમાં મારું જે પદ છે તે ૨૪ આદિ, ચોવીસ વગેરે, આ શબ્દથી ૩૧ ઓછી કરવાનું સૂચન છે. જો ૨૪ જ ઓછી કરવી હોત તો મારું શબ્દ શા માટે લખે? અને અનંતાનુબંધી વગેરે ચોવીસ લેવા માટે જો સારૂં શબ્દ લખ્યો હોત તો મળ ની પછી માડું શબ્દ આવે, અર્થાત્ મારૂં વડવી એમ પાઠ લખવો જોઈએ. પરંતુ વસવીસ ની પછી માડું શબ્દ ન આવે. જ્યારે ગ્રંથકારશ્રીએ આ સારૂ શબ્દ વીસ ની પછી મૂક્યો છે તેથી ચોવીશ વગેરે કહેવાથી મનુષ્યપંચક પણ ઓછું કરી ૭૦નો જ બંધ કહેવો જોઇએ અને ઘટી શકે પણ તેમ જ, ગ્રથંકારને પણ આ જ ઇષ્ટ હોય એમ લાગે છે જે કારણથી ગાથાની આવી રચના કરી છે.
તથા જીવવિજયજી મહારાજજી કૃત ટબમાં આ જ પ્રશ્ન ઉઠાવ્યો છે પરંતુ સમાધાન આપ્યું નથી. અને જયસોમસૂરિજી કૃત ટબામાં આ જ સમાધાન આપ્યું છે કે “સર્વસવસારૂ વિ’િ’– પદનો અર્થ અનંતાનુબંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org