Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બન્ધસ્વામિત્વ
૫૧
અને તેના વડે આહારગ્રહણ કરે છે આવો અર્થ કરીને શરીર પર્યાપ્તિ સુધી મિશ્રયોગ માને છે.
પ્રશ્ન- દેવેન્દ્રસૂરિજી આદિ શ્વેતાંબર આચાર્યો અને ગોમ્મટ સાર રચનાર શ્રી નેમિચંદ્રજી આદિ દિગંબર આચાર્યોને સર્વ પર્યાપ્ત સુધી ઔદારિક મિશ્ર કાયયોગ માનવામાં ઉપરોક્ત શ્રી ભદ્રબાહુ સ્વામિજીના પાઠની અસંગતિ શું નહી થાય ? અર્થાત્ તેઓ આ પાઠ કેવી રીતે સંગત ક૨શે ?
ઉત્તર- તેઓ ‘શરીરનિષ્પત્તિ'નો અર્થ શરીરપર્યાપ્ત પૂર્ણ થવી એમ કરતા નથી. પરંતુ પૂર્ણપણે શરીરની નિષ્પત્તિ થવી. એવો અર્થ કરે છે. એટલે જ્યાં સુધી શરીરમાં ઇન્દ્રિય-શ્વાસ-ભાષા અને મન આદિ પર્યાપ્તિઓ પૂર્ણ ન થઇ હોય ત્યાં સુધી શરીરની પૂર્ણપણે કામકાજ કરી શકે તેવી નિષ્પત્તિ કહેવાતી નથી. શરીરની પૂર્ણતયા નિષ્પત્તિ સર્વપર્યામિ પૂર્ણ કરવાથી થાય છે. માટે ત્યાં સુધી મિશ્રયોગ હોય છે એમ અર્થ કરે છે. પંડિતજી શ્રી સુખલાલભાઇ કૃત ત્રીજાકર્મગ્રંથના ગુજરાતી વિવેચનમાં પણ આ ચર્ચા જણાવેલી છે.
આ ચર્ચાનો સંક્ષેપમાં સાર એ છે કે આ ત્રીજા કર્મગ્રંથમાં કહેવાતો બંધ સર્વ પર્યામિ પૂર્ણકરે ત્યાં સુધી મિશ્રયોગ હોય છે તે મત ગ્રંથકારશ્રીને માન્ય છે. અને તે પક્ષને આશ્રયી બંધસ્વામિત્વ લખાય છે.
ઓઘે ૧૧૪, તેમાંથી જિનપંચક (દેવદ્વિક-વૈક્રિયદ્વિક અને જિન નામ) એ પાંચ વિના મિથ્યાત્વે ૧૦૯ બંધાય છે. કરણ અપર્યાપ્તાવસ્થામાં મનુષ્યો દેવપ્રાયોગ્ય ઉપરોક્ત પાંચ અને તિર્યંચો જિનનામ વિના ચાર પ્રકૃતિઓ અનુક્રમે બાંધે છે પરંતુ સમ્યગ્દષ્ટિ હોય તો જ બાંધે છે. મિથ્યાત્વ અવસ્થા હોય તો અપર્યાપ્તપણાના કારણે બાંધતા નથી. તેથી મિથ્યાત્વે ૧૦૯ બંધાય છે. તે ૧૦૯માંથી તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય તથા સૂક્ષ્મનામકર્માદિ ૧૩ એમ કુલ ૧૫ પ્રકૃતિઓ વિના સાસ્વાદને ૯૪ પ્રકૃતિઓ બંધાય છે. સાસ્વાદન ગુણઠાણું ઉત્પત્તિથી વધુમાં વધુ ૬ આલિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org