Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૪
તૃતીય કર્મગ્રંથ વિવેચન- જાતિમાર્ગણામાં એકેન્દ્રિય-વિકલેન્દ્રિયજાતિ પાછળની ૧૩ મી ગાથામાં કહેલી હોવાથી બાકી રહેલી પંચેન્દ્રિય જાતિમાં બીજાકર્મગ્રંથની અંદર બતાવ્યા મુજબ ઓઘબંધ હોય છે. એમ જાણવું તેવી જ રીતે કાયમાગણામાં ત્રસકાયની અંદર પણ બીજા કર્મગ્રંથની જેમ
ઘબંધ સમજવો. આ પંચેન્દ્રિયજાતિ અને ત્રસકાય માર્ગણામાં વર્તતા જીવોને ૧થી૧૪ ગુણસ્થાનકો હોય છે. આ જીવો મરીને ચારે ગતિમાં જાય છે. સર્વ આયુષ્યો, જિનનામ, આહાર,દ્વિક આદિ સઘળી પ્રવૃતિઓ બાંધી શકે છે. માટે બીજા કર્મગ્રંથની જેમ સંપૂર્ણપણે સમાન ઘ બંધ જાણવો. ઓધે ૧૨૦, મિથ્યાત્વે ૧૧૭, સાસ્વાદને ૧૦૧, મિષે ૭૪, અવિરતે ૭૭, દેશવિરતે ૬૭, પ્રમત્તે ૬૩, અપ્રમત્તે ૫૮/પ૯, અપૂર્વકરણે ૫૮-૫૬-૨૬, અનિવૃત્તિકરણે ૨૨-૧૧-૨૦-૧૦-૧૮, સૂક્ષ્મસંપરાયે ૧૭, ઉપશાન્તમોહાદિ ત્રણ ગુણઠાણે ૧ સાતવેદનીયનો બંધ જાણવો.
ગતિત્રસ એટલે તેઉકાય અને વાઉકાય, આ બન્ને કાયમાં વર્તતા જીવો “સુખ-દુઃખના સંજોગોમાં પોતાની ઇચ્છા મુજબ ગમનાગમન કરી શકતા નથી” તેથી, તથા સ્થાવર નામકર્મના ઉદયવાળા છે તેથી કર્મગ્રંથ-જીવવિચારાદિ અન્ય શાસ્ત્રોમાં સ્થાવર જ કહ્યા છે. અને છે પણ સ્થાવર જ, ફક્ત સહજપણે ગમનશીલ હોવાથી તે બન્ને કાયને તત્ત્વાર્થસૂત્ર આદિમાં “ગતિત્રસ” કહ્યા છે. તે ગતિત્રસ જીવો મરીને નિયમો તિર્યંચગતિમાં જ જન્મે છે. દેવ-નરક કે મનુષ્ય ગતિમાં જન્મ પામતા નથી તથા એકેન્દ્રિય હોવાથી સમ્યકત્વ અને સંયમ હોતું નથી. તેના કારણે જિનનામ આદિ અગિયાર મનુષ્યત્રિક અને ઉચ્ચગોત્ર એમ કુલ ૧૫ પ્રકૃતિઓ બાંધતા નથી ગુણસ્થાનક માત્ર પહેલું એક જ હોય છે તેથી ઓધે અને મિથ્યાત્વે ૧૦પ જ પ્રકૃતિઓ બંધાય છે. સાસ્વાદન આદિ ઇતર ગુણસ્થાનકવાળા જીવો તે ગુણસ્થાનક લઇને તેઉકાય-વાઉકાયમાં જન્મ પામતા નથી, માટે ઇતરગુણસ્થાનકોનો બંધ આ ગતિત્રસમાં કહ્યો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org