Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૪૨
- તૃતીય કર્મગ્રંથ ૯૪ ના બંધવાળો પક્ષ માનનારા શ્રી ચંદ્રસૂરિજી આદિ આચાર્યો છે. એમ શ્રી જયસોમસૂરિજી કૃત ટબામાં લખ્યું છે. તથા તે પક્ષ વધારે યુક્તિસંગત છે એમ જીવવિજયજી મહારાજશ્રીએ પણ પોતાના ટબામાં કહ્યું છે. આ બન્ને બાલાવબોધમાં પણ ૯૪ના બંધને વધારે યુક્તિ સંગત જણાવેલ છે. તથા દિગંબર આમ્નાયમાં ગોમટસારમાં ફક્ત ૯૪ નો જ બંધ જણાવ્યો છે. ૯૬ નો બંધ કહ્યો જ નથી. તે ગાથા આ પ્રમાણે છે
"पुण्णिदरं विगिविगले, तत्थुप्पण्णो हु सासणो देहे । पज्जत्तिं णवि पावदि, इदि नरतिरियाउगं णत्थि ॥ ११३ ॥"
તથા આ નવીનગ્રંથકાર પૂજ્ય દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રી પોતે પણ આ જ કર્મગ્રંથની ૧૫ મી ગાથામાં દારિક મિશ્રકાયયોગમાં સાસ્વાદનગુણઠાણે તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય વિના ૯૪ નો જ બંધ જણાવે છે. તેની અવચૂર્ણિમાં પણ ૯૪ નો જ બંધ જણાવેલ છે. તથા અવચૂર્ણિમાં આવી યુક્તિ પણ લખે છે કે નરતિર્થ યુપોરપર્યાપ્તત્વેન સારા बन्धाभावात्।
ઉપરોક્ત બધા પાઠો અને યુક્તિઓ જોતાં ૯૪ના બંધનો પક્ષ વધુ સંગત લાગે છે. છતાં ગ્રંથકારશ્રીએ અને પ્રાચીનકર્મગ્રંથકારશ્રીએ ૯૬ ના બંધની વિવક્ષા કયા આશયથી કરી હશે તે બરાબર સમજાતું નથી. તથા અવર્ણિકારે પણ શરીર પર્યાપ્તિના ઉત્તરકાળમાં પણ સાસ્વાદન હોવાનો જે ઉલ્લેખ કર્યો છે તે પણ કોઈ શાસ્ત્રપાઠના આધારે કર્યો છે કે કર્મગ્રંથમાં કહેલા ૯૬ ના બંધના વિધાનને સંગત કરવા કલ્પના કરી છે તે પણ તથાવિધ ગુરુ- ગમના અભાવથી સમજાતું નથી. તત્ત્વ કેવલિગમ્ય જાણવું.
એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય તથા
વનસ્પતિકાયના બંધસ્વામિત્વનું ચિત્ર. ગુણસ્થાનક જ્ઞાના. દર્શ. વે | મોહ |આ નામ | ગો. | અંત | કુલ ]
ઓધે | પ | ૯ | ૨ | ૨૬ [૨ | પ૮ | ૨ | ૫ | ૧૦૯ | મિથ્યાત્વે | ૫ | ૯ | ૨ | ૨૬ | ૨ | પ૮ | ૨ | ૫ | ૧૦૯ ? સાસ્વાદને | ૫ | ૯ | ૨ | ૨૪ | ૨૦ ૪૭ | ૨ | ૫ | ૯૬/૯૪ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org