Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
તૃતીય કર્મગ્રંથ હોવાથી મનુષ્ય જ છે. વચ્ચેનો ભવ બાંધેલા આયુષ્ય પ્રમાણે નરક અથવા દેવનો જ હોય છે. તથા સમ્યક્ત્વ પામ્યા પછી આયુષ્ય બાંધે તો નિયમા મનુષ્યભવમાં દેવનુ, અને દેવભવમાં મનુષ્યનું જ બંધાતું હોવાથી આ જ ભવો હોય છે. આ રીતે મનુષ્ય-દેવ (અથવા નરક) અને મનુષ્ય ભવોનો જ સંભવ હોવાથી તિર્યંચગતિમાં તીર્થંકરનામકર્મ બંધાતું નથી. તથા સંયમ ન હોવાથી આહારકટ્રિક પણ બંધાતું નથી. શેષ એકસો સત્તર કર્મપ્રકૃતિઓ પર્યાપ્ત તિર્યંચો ઓધે તથા મિથ્યાત્વે બાંધે છે. II II
૨૮
હવે પર્યાપ્તા પંચન્દ્રિ તિર્યંચો સાસ્વાદનાદિ ગુણસ્થાનકે કેટલી બાંધે તે જણાવ છેविणु नरयसोल सासणि, सुराउ अण एगतीस विणु मीसे । ससुराउ सरि सम्मे, बीयकसाए विणा देसे ॥ ९ ॥ (विना नरकषोडश सासादने, सुरायुरनैकत्रिंशतं विना मिश्र । ससुरायुः सप्ततिः सम्यक्त्वे, द्वितीयकषायान्विना देशे )
શબ્દાર્થ= વિદ્યુ=વિના, નરયો =નકદ્ધિકાદિ સોળ, સાળિ= સાસ્વાદને, સુરાઽ=દેવાયુષ્ય, બળાતીસ=અનંતાનુબંધી આદિ એકત્રીસ, વિષ્ણુ= વિના, મીસે=મિશ્રગુણઠાણે, સસુરાઽ=દેવાયુષ્ય સહિત, સરિ=સીત્તેર પ્રકૃતિઓ, સ=અવિરત સમ્યક ્ત્વગુણઠાણે, નૌયસા=બીજા કષાય, વિ=વિના, વેસે= દેશિવરતિ ગુણઠાણે.
ગાથાર્થ- નરકત્રિકાદિ ૧૬ પ્રકૃતિ વિના ૧૦૧ પ્રકૃતિઓ સાસ્વાદને, અનંતાનુબંધી આદિ ૩૧ અને દેવાયુષ્ય વિના મિત્રે ૬૯, દેવાયુષ્ય સહિત સમ્યક્ત્વ ૭૦, અને બીજા કષાય વિના દેશવિરતિએ ૬૬ પ્રકૃતિઓ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો બાંધે છે. ॥ ૯॥
વિવેચન- પર્યાપ્ત તિર્યંચો પહેલે ગુણઠાણે ૧૧૭ બાંધે છે. તેમાંથી નરકત્રિક આદિ (૩-૪ ગાથામાં કહ્યા મુજબ નરક ગતિથી છેવટ્ટા સંઘયણ સુધીની) ૧૬ પ્રકૃતિઓ વિના સાસ્વાદન ગુણઠાણે ૧૦૧ બાંધે છે. આ ૧૬ પ્રકૃતિઓનો બંધ મિથ્યાત્વના નિમિત્તે થાય છે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org