Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બન્ધસ્વામિત્વ
૩૯ ગાથાર્થ- આ સાત માર્ગણાવાળા જીવો સૂક્ષ્માદિ ૧૩ પ્રકૃતિ વિના ૯૬ કર્મપ્રકૃતિઓ સાસ્વાદને બાંધે છે. વલી કેટલાક આચાર્યો તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય વિના સાસ્વાદને ૯૪ પ્રકૃતિઓ આ જીવ બાંધે છે એમ માને છે. કારણ કે સાસ્વાદન હોતે છતે તો તે જીવો શરીરપર્યાપ્તિ પણ પૂર્ણ કરતા નથી. ૧૩
વિવેચન- એકેન્દ્રિયાદિ ૪ જાતિમાર્ગણા અને પૃથ્વીકાયાદિ ૩ કાયમાર્ગણા એમ આ સાત માર્ગણાના જીવો મિથ્યાત્વ ગુણઠાણે જે ૧૦૯ પ્રકૃતિ બાંધે છે તેમાંથી સૂક્ષ્મનામકર્માદિ (૩-૪ ગાથામાં કહ્યા મુજબ) ૧૩ પ્રકૃતિ ઓછી કરીએ તો બાકી રહેલી ૯૬ સાસ્વાદન ગુણસ્થાનકે પ્રકૃતિઓ બાંધે છે. જો કે મિથ્યાત્વ કરતાં સાસ્વાદને નરકત્રિક આદિ મિથ્યાત્વપ્રત્યયિકી ૧૬ પ્રકૃતિઓ ઓછી કરવી જોઇએ, પરંતુ તે ૧૬ માંનું નરકત્રિક પ્રથમથી જ ઓધે અને મિથ્યાત્વે ઓછું થયેલું જ છે તેથી તે વિના શેષ ૧૩ જ ઓછી કરવામાં આવી છે. માટે સાસ્વાદને ૧૦૯– ૧૩=૯૬ બંધાય છે.
અહીં ગ્રંથકારશ્રી પોતાના વિચારથી અન્ય આચાર્યોના વિચારો આ બાબતમાં કંઈક ભિન્ન છે એમ સમજાવતાં કહે છે કે કેટલાક આચાર્યો આ સાત માર્ગણામાં રહેલા જીવો તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્ય વિના ૯૬ ને બદલે ૯૪ બાંધે છે એમ માને છે. તે અન્ય આચાર્યો આવા પ્રકારના પોતાના વિચારભેદમાં (૯૪ નો બંધ માનવામાં) પોતાના તરફથી આવી યુક્તિ રજુ કરે છે કે આ સાતે માર્ગણામાં વર્તતા જીવો પોતાના ભવમાં નવું ઉપશમ સમ્યકત્વ પામી શકતા નથી, તેથી સાસ્વાદન ભાવ પામતા નથી. પરંતુ ગયા ભવમાં ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત કરતાં પહેલાં આ સાતમાંની કોઈ પણ માર્ગણામાં ઉત્પન્ન થવાનું આયુષ્ય બાંધી લીધું હોય પછી ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરી તેને વમી ચોથે ગુણઠાણેથી સાસ્વાદન ગુણઠાણે જાય, અને ત્યાં તે ભવનું આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામી ઉપરોક્ત સાત માર્ગણામાં સાસ્વાદન લઇને જાય તો પૂર્વભવથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org