Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૫
બન્ધસ્વામિત્વ બાંધેલ હોવા છતાં, નરકમાં જવાનું હોવા છતાં દેવગતિ પ્રાયોગ્ય જ ગતિ-જાતિ-શરીર- આદિ નામકર્મ આખા મનુષ્યના ભવની સમાપ્તિ સુધી બાંધેલું છે. તેમ અહીં સાતમી નરકમાં પણ સમ્યકત્વ હોવાથી મનુષ્યગતિ પ્રાયોગ્ય ગતિ-જાતિ-શરીર-ગોત્ર આદિ નામકર્માદિ બંધાય છે. સંક્ષેપમાં વાતનો સાર એ છે કે આયુષ્યબંધ કાળે જ આયુષ્યની સાથે તે તે ભવ યોગ્ય નામકર્મ-ગોત્રકર્મ બંધાય એવો નિયમ છે. પરંતુ આયુષ્ય બાંધ્યા પછી કે પૂર્વે અધ્યવસાયો અને ગુણવત્તા પ્રમાણે અન્ય ભવ યોગ્ય પણ નામકર્મ અને ગોત્રકર્માદિ બંધાય છે.
આ પ્રમાણે સાતમી નારકીના જીવો ઓલ્વે ૯૯ અને પહેલે ૯૬ પ્રકૃતિઓ બાંધે છે. તેમાંથી તિર્યંચાયુષ્ય અને નપુંસકચતુષ્ક વિના સાસ્વાદને ૯૧ બાંધે છે. કારણ કે સાતમી નારકીના જીવો પરભવને યોગ્ય આયુષ્યકર્મ પહેલે ગુણઠાણે જ બાંધે છે. અને નપુંસકચતુષ્ક મિથ્યાત્વ પ્રત્યયિક જ છે તેથી બીજે ગુણઠાણે આ પાંચ પ્રકૃતિઓ બંધાતી નથી શેષ ૯૧ બંધાય છે. I૭ હવે સાતમી નરકના જીવો ત્રીજે. ચોથે ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે? તે જણાવે છેअणचउवीसविरहिया, सनरदुगुच्चा य सयरि मीसदुगे । सतरसओ ओहि मिच्छे, पजतिरिया विणु जिणाहारं ॥ ८॥ (अनचतुर्विंशतिविरहिताः, सनरद्विकोच्चौ च सप्ततिर्मिश्रद्विके । सप्तदशशतमोघे मिथ्यात्वे पर्याप्ततिर्यंञ्चो विना जिनाहारम् )
શબ્દાર્થ= ૩૩વવિરદિયા= અનંતાનુબંધી વગેરે ૨૪ પ્રકૃતિ વિના, સનર હુમુવી= મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર સહિત, રિ= સીત્તેર પ્રકૃતિ, મીસ = મિશ્ર અને અવિરતિ એમ બે ગુણઠાણે બંધાય છે. સંતરો = એકસો સત્તર, દિ= ઓધે, મિછે= મિથ્યાત્વે, પગ્નતિરિયા= પર્યાપ્તા તિર્યંચો, વિપુ= વિના, નિદિ જિનનામ અને આહારકટ્રિક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org