Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 25
________________ ૨ ૪ તૃતીય કર્મગ્રંથ પ્રશ્ન- સાતમી નારકીના જીવો મરીને મનુષ્ય તો થતા જ નથી અને તેથી મનુષ્યાયુષ્ય તો બાંધતા જ નથી તો આયુષ્યબંધ વિના મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર કેમ બંધાય ? અને જો બંધાય તો ગતિઆનુપૂર્વ અને ઉચ્ચગોત્ર બાંધેલ હોવાથી તે જીવ મરીને મનુષ્ય કેમ ન થાય ? ઉત્તર- ગતિ- આનુપૂર્વી અને ઉચ્ચગોત્ર આ ત્રણમાં ર નામકર્મ અને ૧ ગોત્રકર્મની પ્રકૃતિઓ છે. આઠમા ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી જીવને કોઇપણ ભવને યોગ્ય ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ આદિ નામકર્મ અને ગોત્રકર્મ બંધાય જ છે. તે બંધાવાથી તે ભવમાં જવું જ પડે એવો નિયમ નથી, અપવર્તના-ઉદીરણા અને સંક્રમ આદિ કરણો વડે તે બાંધેલા કર્મો રસોદયથી ભોગવ્યા વિના પણ વધ-ઘટ અને ક્ષય કરી શકાય છે. તથા પ્રદેશોદયથી પણ ભોગવી શકાય છે. ઉદિતમાં સ્તિબૂક સંક્રમથી સંક્રમાવે છે. માત્ર આયુષ્ય કર્મ જ ભવ અપાવનાર છે. એટલે જો આયુષ્યકર્મ બાંધ્યું હોય તો તે તે ભવમાં જવું જ પડે છે. બાંધ્યા પછી તેનો ફેરફાર થતો નથી. માટે સાતમી નારકીના જીવો મરીને મનુષ્યમાં ન જતા હોવાથી ચારે ગુણઠાણે મનુષ્યાયુષ્ય બાંધતા નથી. પરંતુ ત્રીજેચોથે ગુણઠાણે નક-તિર્યંચ અને દેવગતિ પ્રાયોગ્ય નામકર્મ અને ગોત્રકર્મ ન બંધાતું હોવાથી મનુષ્યગતિ પ્રાયોગ્ય નામકર્માદિ બાંધે છે. જે આયુષ્ય બાંધ્યું હોય તેની જ ગતિ-જાતિ આખા ભવ સુધી બંધાય એવો નિયમ નથી. ફક્ત એવો નિયમ છે કે-જે કાળે આયુષ્ય બંધાતું હોય તે કાળે તે અંતર્મુહૂર્ત માત્ર નિયમા તે જ ભવયોગ્ય ગતિ-જાતિ-શરીરાદિ બંધાય છે. પરંતુ આખા ભવમાં તે જ નામકર્મ બંધાય એવો નિયમ નથી. જેમ શ્રેણિક મહારાજા-કૃષ્ણ મહારાજા આદિ આત્માઓએ નરકાયુષ્ય જ્યારે બાંધ્યું ત્યારે નરકગતિ-આદિ તે ભવ યોગ્ય નામકર્મ-ગોત્રકર્મ બાંધેલું. પરંતુ ત્યારબાદ ક્ષાયિકસમ્યકત્વ પામ્યા છે. અને સમ્યકત્વી મનુષ્ય-તિર્યંચો નિયમા દેવગતિપ્રાયોગ્ય જ બંધ કરે છે તેથી તેઓએ પણ નરકાયુષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132