Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦
તૃતીય કર્મગ્રંથ
પ્રથમની ત્રણ નરકના જીવો મરીને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચમનુષ્યના ભવમાં જ જન્મે છે. બાકીના એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-અપર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય, દેવ અથવા નારકીના ભવોમાં જન્મ પામતા નથી. તેથી તે તે ભવોને યોગ્ય એવી દેવદ્વિક-વૈક્રિયદ્વિક, દેવાયુષ્ય, નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકલેન્દ્રિયત્રિક, એકેન્દ્રિયજાતિ, સ્થાવર અને આતપ એમ ૧૭ પ્રકૃતિઓ આ જીવો ભવપ્રત્યયથી જ બાંધતા નથી. આહારકક્રિક અપ્રમાદી સંયમજીવન હોય ત્યારે જ બંધાય છે નારકીમાં સંયમ છે જ નહીં માટે નારકોને આહારકક્રિકનો બંધ નથી. આ રીતે ૧૯ પ્રકૃતિઓ ઓધે પ્રથમ ત્રણ નરકમાં બંધાતી નથી. આ ૧૯ માં બે આયુષ્યકર્મની છે અને શેષ ૧૭ નામકર્મની છે. માટે નારકીના જીવો ઔધે આયુષ્યની શેષ ૨, અને નામકર્મની શેષ ૫૦ બાંધે છે.
તેમાંથી પહેલે ગુણઠાણે તીર્થંકર નામકર્મ વિના ૧૦૦ પ્રકૃતિઓ આ ૩ નરકના જીવો બાંધે છે. કારણકે તીર્થંકર નામકર્મ સમ્યક્ત્વ હોય ત્યારે જ બંધાય છે. તે ૧૦૦ માંથી નપુંસકચતુષ્ક વિના સાસ્વાદન ગુણસ્થાનકે પ્રથમની ૩ નરકના જીવો ૯૬ કર્મપ્રકૃતિઓ બાંધે છે. નપુંસક ચતુષ્કનો બંધ મિથ્યાત્વના નિમિત્તે થાય છે અને મિથ્યાત્વ ફક્ત પહેલા જ ગુણઠાણે હોય છે તેથી બીજે ગુણઠાણે મિથ્યાત્વ હેતુ ન હોવાથી નપુંસક ચતુષ્ઠ બંધાતું નથી.
પ્રશ્ન- મિથ્યાત્વના નિમિત્તે નરકત્રિક આદિ ૧૬ બંધાય છે એમ બીજા કર્મગ્રંથમાં કહ્યું છે તો ૧૬ ઓછી કરવી જોઇએ, તેને બદલે નપુંસક ચતુની ચાર જ કેમ ઓછી કરો છો ?
ઉત્તર- નરકત્રિક આદિ બાકીની ૧૨ પ્રકૃતિઓ તો ઓવે જે ૧૯ ઓછી કરી છે તેમાં આવી જ ગઇ છે. એટલે તે ૧૨ પ્રકૃતિઓ ભવના નિમિત્તે જ ન બંધાતી હોવાથી પ્રથમથી ઓછી કરેલી જ છે. માટે શેષ બાકી હતી તે નપુંસકચતુષ્ક જ ઓછું કર્યું છે. તેથી બીજે ગુણઠાણે પ્રથમની ત્રણ નરકના જીવો ૯૬ કર્મપ્રકૃતિઓ બાંધે છે.
પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org