Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
તૃતીય કર્મગ્રંથ પાછળ સંખ્યાવાચક શબ્દ જોડવાથી તેટલી પ્રકૃતિ સમજી લેવાય. ઉદાહરણ તરીકે પાંચમી ગાથામાં આવે છે કે “દેવદ્વિક આદિ ૧૯ ઓછી કરવી’” એટલે આ બન્ને ગાથામાં જ્યાં દેવદ્વિક છે ત્યાંથી ગાથામાં કહેલા ક્રમ પ્રમાણે આતપનામકર્મ સુધીની ૧૯ ઓછી કરી લેવી. ઓગણીસ પ્રકૃતિઓનાં નામો લખવાની જરૂર રહેતી નથી. આ એક સંકેતસ્થાન છે. આવા સંકેતથી સર્વઠેકાણે યથાયોગ્ય સંખ્યા સમજી શકાય છે. તે પંચાવન પ્રકૃતિઓ ગાથાના ક્રમે આ પ્રમાણે જાણવી.
૧૮
(૧) જિનનામ, (૨) દેવગતિ, (૩) દેવાનુપૂર્વી, (૪) વૈક્રિયશરીર (૫) વૈક્રિયઅંગોપાંગ, (૬) આહારકશરીર, (૭) આહારક અંગોપાંગ, (૮) દેવાયુષ્ય, (૯) નકગતિ, (૧૦) નરકાનુપૂર્વી, (૧૧) નરકાયુષ્ય, (૧૨) સૂક્ષ્મ, (૧૩) અપર્યાપ્ત, (૧૪) સાધારણ, (૧૫) બેઇન્દ્રિય, (૧૬) તેઇન્દ્રિય, (૧૭) ચરિન્દ્રિયજાતિ, (૧૮) એકેન્દ્રિય, (૧૯) સ્થાવર, (૨૦) આતપ, (૨૧) નપુંસકવેદ, (૨૨) મિથ્યાત્વ, (૨૩) હુંડકસંસ્થાન અને (૨૪) છેવટું સંઘયણ, એમ પહેલી ગાથામાં ૨૪ પ્રકૃતિઓ છે. (૨૫-૨૬-૨૭-૨૮) અનંતાનુબંધી ચાર કષાય, (૨૯-૩૦-૩૧-૩૨) મધ્યનાં ચાર સંસ્થાન, (૩૩-૩૪-૩૫-૩૬) મધ્યનાં ચાર સંઘયણ, (૩૭) અશુભવિહાયોગતિ, (૩૮) નીચગોત્ર, (૩૯) સ્ત્રીવેદ, (૪૦-૪૧-૪૨) દૌર્ભાગ્ય-દુસ્વર-અનાદેય, (૪૩-૪૪-૪૫) નિદ્રાનિદ્રા-પ્રચલા પ્રચલા, થીર્ણોદ્ઘ, (૪૬) ઉદ્યોત, (૪૭) તિર્યંચગતિ, (૪૮) તિર્યંચાનુપૂર્વી, (૪૯) તિર્યંચાયુષ્ય (૫૦) મનુષ્યાયુષ્ય, (૫૧) મનુષ્યગતિ, (૫૨) મનુષ્યાનુપૂર્વી, (૫૩) ઔદારિકશરીર, (૫૪) ઔદારિકાંગોપાંગ, અને (૫૫) વૠષભનારાચસંઘયણ. એમ બીજી ગાથામાં ૩૧ પ્રકૃતિઓ છે.
હવે પછીની ગાથાઓમાં જ્યાં જે સંકેત બતાવવામાં આવે ત્યાં તે પ્રકૃતિથી તેટલી સંખ્યાવાળી પ્રકૃતિઓ ઉપરોક્તમાંથી લેવી.
॥ ૩-૪॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org