Book Title: Karmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨
તૃતીય કર્મગ્રંથ | શબ્દાર્થ વંવિદ = કર્મબંધના પ્રકૃતિ સ્થિતિ આદિ જે સર્વ પ્રકારો છે તેનાથી, વિમુર્ઘ=વિશેષે કરી મુકાયેલા વંચિ=વન્દન કરીને, સિવિદ્ધમા= શ્રી વર્ધમાનસ્વામી, નળવંતં જિનેશ્વર પરમાત્માને, ફિયાસુ= ગતિ-જાતિ આદિ બાસઠ માર્ગણાઓમાં, છં કહીશ, સમાસ = સંક્ષેપથી વંથસમિ= બંધસ્વામિત્વ.
ગાથાર્થ- કર્મબંધના સર્વપ્રકારોથી વિશેષ કરીને સર્વથા મુકાયેલા એવા શ્રી મહાવીર પરમાત્માને વંદન કરીને ગતિ આદિ બાસઠ માર્ગણાઓ ઉપર હું બંધસ્વામિત્વને સંક્ષેપથી કહીશ.
વિવેચન- પ્રારંભ કરેલો આ ગ્રંથ નિર્વિને સમાપ્ત થાય એ આશયથી ગાથાના પ્રથમ અર્ધભાગ વડે ચરમ તીર્થપતિ પ્રભુશ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરવા સ્વરૂપ મંગલાચરણ કર્યું છે. ગાથાના પાછળના અર્ધભાગ વડે વિષય-અભિધેય (આ ગ્રંથમાં શું કહેવાનું છે તે) સમજાવેલ છે. અને સંબંધ તથા પ્રયોજન સામર્થ્યથી (અધ્યાહારથી) સમજી લેવાનાં છે. પ્રભુશ્રી મહાવીરસ્વામીને નમસ્કાર કરી આ ગ્રંથ શરૂ કરે છે એટલે તેઓની જ આજ્ઞા પ્રમાણે વિષય બતાવાશે. તેથી આ ગ્રંથનો પ્રભુશ્રી મહાવીરસ્વામીની વાણી સાથે સંબંધ છે. પરંતુ સ્વમતિ-કલ્પનાએ લખાશે નહીં. તથા સ્વ-પરનો ઉપકાર કરવો એ આ રચનાનું વાસ્તવિક પ્રયોજન છે. એમ અનુબંધચતુષ્ટય જાણવાં.
મંગળાચરણમાં નિકટના ઉપકારી હોવાથી ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પ્રભુને નમસ્કાર કર્યા છે. અને ગાથામાં તેઓનાં ૨ વિશેષણ જણાવ્યાં છે કે (૧) પ્રભુ કર્મબંધના પ્રકૃતિ-સ્થિતિ-રસ-પ્રદેશ-મૂલ અને ઉત્તર એમ સર્વ ભેદ-પ્રભેદોથી સર્વથા મુક્ત બન્યા છે. તથા (૨) જ્યોતિષના પાંચ ભેદોમાં ચંદ્ર અત્યન્ત વધુ શીતળ છે. સૌમ્ય છે તેમ વીતરાગ હોવાથી તથા તીર્થંકર નામકર્મના ઉદયવાળા હોવાથી જિનોમાં આ પ્રભુ શીતળ અને વધુ સૌમ્ય છે. અર્થાત્ ચંદ્રસરખા છે. આવા ઉત્તમોત્તમ પરમાત્માને પ્રણામ કરીને હું આ ગ્રંથ લખીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org