________________ અહીં પણ ધર્મ નહિ, ને પછી આગળના ભવે ય ધર્મ નહિ. ગત ભવ, આ ભવ, અને આવતો ભવ, ત્રણેય પાપભર્યા ભવ. સંસારના મોટા ભાગના જીવો જુઓ તો આ સ્થિતિમાં છે. અનંતાનંત જીવો અનંતકાળથી નિગોદમાં પડેલા છે, એમના અતીત-વર્તમાન અનાગત, ત્રણેય ભાવો ધર્મહીન, એની શી વાત કરવી ? 2. તરંગવતી સાધ્વીજી કોશલનગરમાં તરંગવતી સાધ્વીજી એવા કુળમાં જન્મેલા કે જ્યાં “છે, છે, ને છે'નો પ્રકાર હતો. એના પિતા કોશલનગરીના ઋષભસેન શેઠની સ્થિતિ પહેલા નંબરની છે, “છે છે ને છે.” ! તેથી પૂર્વે ધર્મ કર્યો છે તેથી અહીં શ્રીમંતાઈ, અહીં પણ એના આંગણે દાસીઓ ભોજન સમયે સુપાત્રદાનના લાભ માટે ફાંફાં મારે છે કે કોઈ સાધુ સાધ્વીજી મહારાજ મળે ? એમ અહીં ઋષભસેન શેઠના જીવનમાં ધર્મ છે. પછી આગળના ભાવે ધર્મ મળવાનો એમાં શી નવાઈ ? “છે, છે, ને છે.” આ ઋષભસેન શેઠની હવેલીની નજીકમાં ગણિની સાધ્વીજી સુવ્રતાશ્રીજી પોતાના શિષ્યાઓના પરિવાર સાથે ઊતરેલા છે. ભગવાન શ્રી મહાવીર સ્વામિના સમયની આ વાત છે એટલે પ્રભુના મુખ્ય શિષ્યા ચંદનબાળા સાધ્વીજીના આ સુવ્રતાશ્રીજી સાથ્વી શિષ્યા છે. એમના એક શિષ્યા તે તરંગવતી સાધ્વીજી છે. એ જ્ઞાન-ધ્યાનમાં રક્ત રહેવાથી ભણેલા છે. એમણે વ્રત નિયમ તપસ્યામાં પણ રક્ત રહીને પોતાનું રૂપાળું લષ્ટ પુષ્ટ શરીર કુશ કરી નાખ્યું છે. કારણ ? એમને પૂર્વભવ અને વર્તમાનભવના દુ:ખદ અનુભવથી દિલમાં જિનવચન ખૂબ પરિણામ પામી ગયા છે. એટલે ભગવાનના વચનથી દેખી રહ્યા છે કે, તરંગવતીની ધર્મજોમ-પ્રેરક વિચારણા :- જેટલી વ્રત-નિયમ-તપયાની આરાધના કરતી રહું એટલે મારા આત્મા પરનાં કર્મ નષ્ટ થઈ રહ્યા છે, આ અતિ દુર્લભ મનુષ્ય અવતાર અને એમાંય સંયમજીવન મળ્યું, તે વ્રત-નિયમતપસ્યાદિ કર્મોનો ખોડો કાઢવા માટે જ મળ્યું છે. આહાર-વિષયાદિની સંજ્ઞાઓ પોષવાના અને તેથી પોતાના જ આત્મા પર કર્મોના ભાર વધારવાના ભવ જગતમાં ઘણા; પરંતુ એ કુટિલ સંજ્ઞાઓનાં પોષણ કર્યો ગયા એ કરવાનું હોય ? જગતમાં મનુષ્ય અવતાર દુર્લભ છે, તેમજ જીવનમાં ધર્મ-આરાધના દુર્લભ છે. દુર્લભ અવતારમાં તો દુર્લભ આરાધના જ કરવાની હોય. - તરંગવતી 1 2