________________ પ્રભુને પૂજારીને નથી સોંપી દીધા ને ? નહિતર એમાં પ્રભુને રોજ સવાર પડ્યે પૂજારીના હાથે વાળાકૂંચી યાને કૂચડાના ગોદા ખવરાવવાનું પાપ થાય. આ પાપાનુબંધી પુણ્યના ઉદયે ટ્રસ્ટી બનવાનું થયું કહેવાય. રોજ પ્રભુને ગોદા મરાવીને આગળ ભાવિ કેવું ? ખરાબ ! આવા જીવો છે નથી ને નથી. (3) ત્રીજા પ્રકારના જીવોને “નથી છે ને છે.” પૂર્વભવે પુણ્યાઈ નહિ, એટલે અહીં ગરીબાઈ વગેરે દુઃખભરી સ્થિતિ હોય. પરંતુ અહીં ધર્મ સૂઝે છે. એટલે “છે'ની સ્થિતિ આવી. એનાથી એને ભવિષ્યમાં પુણ્યમાર્ગ સૂઝશે. એટલે એવા જીવો નથી, છે, ને છે” કોટિના ગણાય. આજે એવા સામાન્ય સ્થિતિના ભાગ્યશાળી જૈનો છે જે અગવડ વેઠીને પણ ધર્મસાધના કરતા રહે છે. ત્યારે એવા મધ્યમ સ્થિતિમાં અને શ્રીમંતો કેટલાય છે જેમને પૂર્વભવે છે' ની સ્થિતિ; તેથી અહીં પુણ્ય લઈને આવ્યા સગવડ ઘણી મળી, પરંતુ અભાગિયા એવા કે જેમને અહીં ધર્મ સૂઝતો નથી. એટલે અહીં “નથી”ની સ્થિતિમાં થયા. તેથી પછી એના પર આગળના ભવે ‘નથી'ની સ્થિતિમાં દુખિયારા અને ધર્મહીન રહેવાના એ “છે, નથી ને નથી”ની સ્થિતિવાળા ગણાય. પરંતુ સામાન્ય સ્થિતિવાળા અહીં ધર્મ કરે છે, તેથી છે”ની સ્થિતિમાં, ને આગળ અહીં ધર્મ કર્યાના ફળમાં સારું પામવાના, એટલે ત્યાં છે”ની સ્થિતિ થવાની. એમ આ ત્રીજા પ્રકારવાળાને “નથી, છે, ને છે.” આ બતાવે છે કે “કદાચ અહીં તમારે એવી આર્થિક સંગીન સ્થિતિ નથી, અથવા શરીર સારું રહેતું નથી, તો જો કે પૂર્વભવે “ધર્મ નથી” ની સ્થિતિમાં હતા, પરંતુ અહીં જો ધર્મનું શરણું લો, જૂઠ-અનીતિ-વિશ્વાસઘાત, જીવોના બહુ આરંભ સભારંભ, ઈર્ષ્યા-મદ વગેરે કરો નહિ, ભગવદ્-ઉપાસના યાને જિનભક્તિ કરો, પ્રભુ પાસે માગો “પ્રભુ ! મારે પાપો નથી કરવા, જીવનનિર્વાહની મુશ્કેલી છે, મારે તારો જ આધાર છે, તું જ મુશ્કેલી દૂર કરશે” એવી પ્રાર્થના સાથે સાધુસેવા, સદાચાર દયા, સર્વ સાથે મૈત્રીભાવ,... વગેરે રાખો, તો અહીં છે'ની સ્થિતિમાં છો, અને આગામી ભવે ય સારી સ્થિતિ બની આવે એટલે તમારે “નથી, છે ને છે.” (4) “નથી, નથી, ને નથી” વાળા જીવો : ચોથા પ્રકારના જીવોની તો વાત જ કરવા જેવી નથી, કેમકે એ ‘નથી, નથી, ને નથી'ની સ્થિતિમાં છે. એટલે કે એમને પૂર્વ જનમમાં પણ ધર્મ નહિ, કર્મ ! તારી ગતિ ન્યારી 1 1