________________ પુણ્યાનુબંધો-પુણ્યસંસ્કારો બળીને સાફ થઈ ગયા, અને નવાં પાપાનુબંધોપાપસંસ્કારો ઊભા કરી દીધા ! એ બંડલ અહીં લઈને આવ્યો, તેથી પૂર્વના પુણે પૈસા મળવા છતાં સૂઝયું શું? ધર્મ? કે પાપ ? કહો, પરિગ્રહ મમતાનું ઘોર પાપ સૂછ્યું. * પુણ્યાનુબંધથી ધર્મ સૂઝે. * પાપાનુબંધથી પાપ સૂઝે. એટલે જ સાવધાન થવા જેવું છે કે અહીં જેટલા પાપ સૂઝે છે....એ પૂર્વના પાપાનુબંધનું ફળ છે. એટલે જ (1) ધર્મ કરતી વખતે વિષયોની લાલચ, તથા કષાય વગેરેથી નવા પાપાનુબંધો ઊભા કરવાનું ન કરાય; તેમજ (2) પૂર્વના ઢીલા પાપાનુબંધોને અહીં ચાર શરણ, દુષ્કતગઈ, પ્રતિક્રમણ, સુકૃત-સેવન, જિનભક્તિ-ત્યાગતપસ્યા વગેરેથી તોડવાનું કરાય.. બધા પાપાનુબંધો કોઈ એવા તીવ્ર ઉગ્ર નથી હોતા કે તેને તોડવાનું મન જ ન થાય. મંદ પાપાનુબંધો ય હોય છે, ને એને જિનવાણીશ્રવણ અને સત્ કરણીથી તોડી શકાય છે. ઘણાનો એવો અનુભવ છે કે સાધુ પાસે નહોતા જતા ત્યારે નકરાં દુન્યવી પાપ જ સૂઝતા; પરંતુ સાધુસમાગમ અને જિનવાણીશ્રવણ પછી પાપબુદ્ધિ ઓછી થવા માંડી ને પાપને બદલે ધર્મ સૂઝવા માંડ્યો શું આ ? મંદ પાપાનુબંધો તૂટતા ચાલ્યા. મમ્મણને તીવ્ર પાપાનુબંધ હતા, એટલે આમ તો રાજગૃહીનો એ વાસી છતાં, અને જયાં અનેકાનેક મુનિઓનો યોગ યાવતુ કદાચ મહાવીર ભગવાનનો યોગ મળ્યો હોય, છતાં એને ધર્મ સૂઝયો જ નહિ. તીવ્ર પાપાનુબંધવાળાને કોઈ ઉપાયે ધર્મ ન સૂઝે. આ મમ્મણ બીજા પ્રકારનો જીવ,- “છે નથી ને નથી' વાળો ગણાય. પૂર્વે પુણ્યાઈ હતી, અહીં નથી, ને પરભવે સાતમી નરકે ગયો ત્યાં પણ એને ધર્મ નથી, ધર્મબુદ્ધિ જ નથી. એટલે જ અહીં સાવધ થવા જેવું છે કે પૂર્વના પુણ્ય અહીં પૈસા-કુટુંબ-પ્રતિષ્ઠા-સત્તા વગેરે તો મળ્યું. પણ એમાં પાપ નથી સૂઝતા ને? દા.ત. કોઈ મંદિરના ટ્રસ્ટી બન્યા, તો લોકોએ ભંડારમાં પ્રભુભક્તિ માટે પૈસા નાખ્યા. એનાથી પ્રભુભક્તિ કરવાને બદલે એ પૈસા ફિક્સ ડિપોઝીટમાં ઘાલી મૂકવાનું નથી કરતા ને ? નહિતર એમાં વિશ્વાસઘાતનું પાપ થાય. વળી ટ્રસ્ટી બનીને પાપાનુબંધી પુણ્ય ભોગવવાનું થાય. એમ, 10 - તરંગવતી