________________ સિવાયના બીજા કોઈ સાંસારિક પ્રયોજન માટે ધર્મનો નિષેધ કરે, એ સમજણવાળા ? પાદલિપ્તસૂરિજીની તરંગવતી-તરંગલોલા’ કથા : આ જ મહાન આચાર્ય ભગવાન પાદલિપ્તસૂરિજીનું બીજું એક શાસ્ત્ર તે પ્રાકૃત ભાષામાં કાવ્યમય તરંગવતી (તરંગલોલા)ની ધર્મકથા... પરંતુ એમાં દેશ્ય શબ્દો અને કાવ્ય વૃત્તોની જટિલતા બહુ, તેથી પછીના આચાર્ય નેમિચંદ્રસૂરિના શિષ્ય યશ(યશસેન) મુનિએ જોયું કે આ મહા રસમય ને બોધક અદ્ભુત કથાગ્રંથ ભાષાની જટિલતા હોવાથી પઠન-પાઠનમાં એવો વ્યાપક નથી. તેથી એ પડતા કાળમાં નષ્ટ થઈ જવા સંભવ છે. જૈનાગમ-સમુદ્રમાંની એવા મહાન આચાર્યની એક મહાન વાનગી નષ્ટ કેમ થવા દેવાય ? તેથી એમણે જ તરંગવતી શાસ્ત્રમાંથી એવા અપરિચિત દેશ્ય શબ્દો અને જટિલ વૃત્તો કાઢી નાખીને સળંગ કથા તૈયાર કરી, ને એ પછી પઠન-પાઠનમાં સારી ચાલી હશે, પરંતુ આપણી અલ્પ પુણ્યાઈએ એની હસ્તલિખિત પ્રતિઓ આજે બહુ અલ્પ ઉપલબ્ધ છે. એટલે લહિયાઓના લેખનદોષવાળી પ્રતિઓને શુદ્ધ કરવા માટે એવી પ્રતિઓની સુલભતા નથી. છતાં ભાગ્યું તો ય ભરૂચ, અશુદ્ધ લખાયેલ પણ અલ્પ પ્રતિઓમાંથી આપણને તરંગવતીની મનોરમ કથા અને તરંગવતીનાં જીવનના બોધક રસઝરણાં જાણવા મળે છે, તેથી એના પર વિચારણા કરી આત્મલાભ મેળવવો છે... શાસ્ત્રકાર ભગવંતે તરંગવતીને ભગવાન મહાવીર પરમાત્માના મુખ્ય શિય્યા સાધ્વી શ્રી ચંદનબાળાજીના શિષ્યા સાધ્વીજી શ્રી સુવ્રતાના શિષ્યા સાધ્વીજી તરીકે બતાવી, એમના પોતાના મુખે એમની જીવનકથની કહેવરાવી છે. બન્યું છે એવું કે રાજા કોણિકના સમયમાં કોશલ દેશમાં કોસાંબી નગરીમાં એક આગળ પડતા ધનાઢ્ય શેઠ ઋષભસેનની ધર્મપત્ની સોમા શેઠાણીની આજ્ઞાથી દાસીઓ ભોજનના સમયે સુપાત્ર દાનનાં લાભ માટે શેરીના રસ્તા પર સાધુ-સાધ્વીજી મહારાજની રાહ જોઈ રહી હોય છે. કેવોક સુંદર યોગ ! શેઠાણી પૂર્વનું પુણ્ય ભોગવી રહી છે અને અહીં પણ એને સુપાત્રદાનાદિ પુણ્યના માર્ગ સૂઝે છે. પરિણામે ભાવિ ભવ કેવો મળવાનો ? કહો, પુણ્યાઈભર્યો. એટલે કે છે છે ને છે. જગતમાં ચાર જાતના મનુષ્ય, - તરંગવતી