________________ અજ્ઞાન મૂઢ છતાં અભિમાનથી યોગી નામ લઈને ફર્યો અને સાચા મહાન યોગી મહાજ્ઞાની એવા આપને મેં ઓળખ્યા નહિ...” પાદલિપ્તાચાર્ય મહારાજ મહાજ્ઞાની મહાયોગી હતા છતાં એમને અભિમાન નહોતું. પોતે સમજતા કે “ક્યાં તીર્થકર ભગવાનની મહાન યોગસાધના ? ને ક્યાં અમારી કૂપમંડૂક જેવી દશા ? ક્યાં પ્રભુનું અનંતજ્ઞાન? અને ક્યાં અમારી સમુદ્રમાં ખસખસ જેવી જ્ઞાનદશા ! અરે ! ક્યાં ગૌતમાદિ ગણધર ભગવંતોની અનંત લબ્ધિની શ્રીમંતાઈ ? ને ક્યાં અમારી એ બાબતમાં ય ગરીબી ?" આચાર્ય મહારાજ નિરભિમાનતાથી પોતાની જાતને આવી સાવ નગણ્ય સમજતા, પણ જગત એમને મહાજ્ઞાની તરીકે નવાજતા; કેમકે એવી એવી એમણે જૈનેતર વિદ્વાનોમાં પણ જબરદસ્ત શાસનપ્રભાવના કરી છે. આમ છતાં કેટલાક પંડિત બ્રાહ્મણો એમની પર ઈર્ષ્યા કરતા, પરંતુ ખૂબી એ થઈ કે જ્યારે પાદલિપ્તાચાર્ય મહારાજ કાળધર્મ પામ્યા ત્યારે એજ વિદ્વાનો રડી ઊઠીને પોક મૂકે છે કે “અરે ! એ જમરાજનું માથું કેમ ન ફૂટી ગયું કે જેના મગજમાં આવા અજોડ અદ્વિતીય વિદ્વાન પાદલિપ્તાચાર્યને ઉપાડી જવાનો ને જગતને રંડાપો દેવાનો વિચાર આવ્યો ?' ત્યારે, વિચારો આચાર્ય મહારાજે ઇતર વિદ્વાનોના હૃદયમાં કેવુંક ઊંચું સ્થાન મેળવ્યું હશે ? એમણે અનેક શાસ્ત્રો પૈકી એક શાસ્ત્ર પ્રભુપ્રતિમાની પ્રતિષ્ઠાવિધિ ઉપર રચ્યું છે, એનું નામ છે નિર્વાણકલિકા.” નિર્વાણકલિકામાં લૌકિક આશયથી ધર્મવિધાન : નિર્વાણકલિકા એ આજે ઉપલબ્ધ પ્રતિષ્ઠાવિધિના શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન પ્રતિષ્ઠાવિધિ શાસ્ત્ર છે. એ જુઓ તો ખબર પડે કે એમણે ધર્મ માત્ર મોક્ષ માટે જ કરવાનો કહ્યો છે ? કે ધર્મને ઠામઠામ મંગળરૂપ બનાવી જીવનવ્યાપી બનાવવાનો કહ્યો છે ? દાતણ કરતાં પહેલા ધર્મમંત્ર ભણો, સ્નાન કરતાં પહેલાં ધર્મમંત્ર ભણો, વસ્ત્ર પહેરતાં પહેલાં ધર્મમંત્ર ભણો... બહાર જતાં પહેલાં સ્તોત્રાદિ ભણો... કેમ આ બધું? જીવનમાં ધર્મમંગળથી અપમંગળ ન આવે, વિશ્ન આપદા ન આવે, મનનું ઈષ્ટ સિદ્ધ થાય. આવા મોટા સાથા ધુરંધર શાસનપ્રભાવક અગાધ જ્ઞાની અને યોગી સમ્રાટ આચાર્ય ભગવાન જ્યારે સંસારના કાર્યોમાં ધર્મ ઘાલવાના આવા વિધાન બતાવતા હશે, શું એ સમજણ વિનાનાં ? ને “ધર્મ મોક્ષ માટે જ થાય’ આમ કાર સાથે કહી મોક્ષ કર્મ ! તારી ગતિ ન્યારી