Book Title: Karm Tari Gati Nyari Tarangvati
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ એક બે જણા અસાધારણ વિદ્યા હોશિયારી વિદ્વત્તા પામી જાય છે. કેમ ? કહો, પૂર્વભવેથી જ્ઞાનાવરણીય કર્મનો એવો ક્ષયોપશમ કરીને જ્ઞાનલબ્ધિ ઊભી કરીને આવ્યા, કે અહીં બીજા અનેકની અપેક્ષાએ અતિશયિત જ્ઞાન-વિદ્વત્તા પામી જાય ! જાણવા મળ્યું છે કે પૂ. આત્મારામજી મહારાજ એક દિવસમાં 300 ગાથા મોઢે કરી શકતા... વજસ્વામિને બાળપણામાં ઘોડિયામાં રહીને આચારાંગ ભગવતી... વગેરે 11 અંગ-આગમો સાધ્વીજીના મુખે બોલાતા સાંભળીને મોઢે કંઠસ્થ થઈ ગયેલા ! ગણધર ભગવાનને પ્રભુના મુખેથી માત્ર ત્રણ પદ સાંભળીને ત્યાં જ 14 “પૂર્વ શાસ્ત્રો અને દ્વાદશાંગી આગમનું જ્ઞાન હુરી જાય છે. ને ત્યાં જ ઊભા ઊભા અંતર્મુહૂર્તમાં એનાં સૂત્રોની રચના કરી દે છે. શું આ ? શ્રુતલબ્ધિ. એવી બીજી પણ લબ્ધિઓ હોય છે દા.ત. દેશનાલબ્ધિ :- મરીચિ ચારિત્રથી પતિત હતા, અને સંન્યાસીના વેશમાં પ્રભુની સાથે વિચરતા હતા, છતાં એમને જે લોક પૂછતા કે તમારે આવો વિચિત્ર વેશ કેમ ? તો પોતે સાધુતાથી ભ્રષ્ટ છે, એમ કહી એ નિમિત્ત પામીને મરીચિ કેટલાયને વૈરાગ્યનો ઉપદેશ આપી, વૈરાગ્ય પમાડી દેતા ! અને ઠેઠ સાધુ બનવા સુધી પહોંચાડી દેતા ! શું આ ? દેશનાલબ્ધિ. નંદીષેણ મુનિ પતિત થઈ વેશ્યાને ત્યાં રહેનારા બનેલા, છતાં રોજ ને રોજ ઉપદેશથી 10 જણને વૈરાગ્ય પમાડી પ્રભુ પાસે સાધુ થવા મોકલી દેતા ! વેશ્યાને પહેલેથી કહી દીધેલું કે “રોજ દશને પ્રતિબોધ કરી સાધુ બનાવી પછી જ ભોજન કરીશ, એ શરત મંજૂર હોય તો હું અહીં રહું.' ? પોતે પતિત છતાં બીજાને પમાડી શકે ? હા, એનું જ નામ દેશનાલબ્ધિ. લબ્ધિ આશ્ચર્યજનક કામ કરે. લબ્ધિ કોને કહે છે ? તેવા પ્રકારના કર્મ તૂટીને આત્મશક્તિ પ્રગટ થાય એ લબ્ધિ છે. દા.ત. આમોસ હિલબ્ધિ વિપ્રોસલિબ્ધિ, વગેરે લબ્ધિઓ. ઋષભદેવ ભગવાન પૂર્વના ત્રીજા ભવમાં ચક્રવર્તી મુનિ બનેલા, પછી એમના સંયમ સાથે તપસ્યા અને અગાધ જ્ઞાન-પરિશ્રમ એટલા જબરદસ્ત હતા કે પોતે 14 “પૂર્વ શાસ્ત્રની લબ્ધિવાળા બનવા ઉપરાંત એવી આમોસહિ (આમોસ સ્પર્શ, એજ ઓષધિ) લબ્ધિવાળા બનેલા કે એમના શરીરને સ્પર્શીને ચાલેલો પવન બાજુમાં કર્મ ! તારી ગતિ ન્યારી

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 370