Book Title: Karm Tari Gati Nyari Tarangvati Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Trust View full book textPage 8
________________ અભિમાનની માફી માગે છે. નાગાર્જુન એક સિદ્ધપુરુષ, છતાં એની કલ્પનામાં નહિ એવો શો ચમત્કાર ત્યાં બન્યો હશે કે એનાં જીવનને અને હૃદયને ફેરવી નાખે ? માણસ પોતાની થોડી ઘણી આવડતના એવા અહંત્વમાં ચડે છે કે જાણે દુનિયા પોતે જાણે છે એટલી જ છે. તેથી તો ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના અતિશય એના મગજમાં ઊતરતાં નથી, ઝટ એના તુચ્છ અને સંકુચિત મનને થાય છે કે “આવું તે વળી બની શકે ?' છતાં જુઓ - ભગવાનના અતિશયોમાં - (1) ભગવાન માતાના ઉદરમાં છે, 9-9 મહિના થવા આવ્યા છે, છતાં માતાનું બીજી ગર્ભવતી સ્ત્રીઓની જેમ પેટ ઊંચું આવેલું ન દેખાય ! વળી (2) ભગવાનને માતાનું સ્તનપાન ન કરવું પડે. ભગવાનના અંગૂઠામાં ઇંદ્ર-સંચારિત અમૃત બાળ પ્રભુ અંગૂઠો ચૂસી લેવા દ્વારા ભૂખ શાન્ત કરી લે, ને શરીરના અંગોપાંગ વૃદ્ધિગત થતા જ રહે ! (3) ભગવાનનો શ્વાસ કમળ જેવો સુગંધિત નીકળતો હોય. એમ (4) ભગવાન કેવળજ્ઞાન પામે પછી એમની સાથે ચોવીસે કલાક જઘન્યથી એક કોડ દેવતા સાથે હોય. (5) પ્રભુને દેશના દેવા માટે દેવતાઓ એક પલકમાં જંગલમાં મંગલ ખડું કરી દે, ચાંદી-સુવર્ણ-રત્નના ત્રણ કિલ્લાનું એક જોજનનું સમવસરણ દેવતાઓ રચી કાઢે ! | (દ) ભગવાન ચાલે ત્યારે એમના પગ નીચે માખણના પિંડા જેવા મુલાયમ સોનાના કમળ ગોઠવાઈ જાય ! (7) પ્રભુ ચાલે ત્યારે રત્નસિંહાસન અને ત્રણ છત્ર આકાશમાં પ્રભુની સાથોસાથ ચાલ્યા કરે ! (8) રસ્તાની બે બાજુના ઝાડ નમતા રહે, ને (9) ઉપર ગગનમાં પંખેરા ઘૂમરી દેતા ચાલ્યા કરે. પ્રભુના આવા અતિશયો ક્ષુદ્ર સંકુચિત અને અભિમાની મગજમાં શાના બેસે ? પરંતુ એવા અતિશયો અને ચમત્કારો પર શ્રદ્ધા કરવા માટે (1) વિલક્ષણ કર્મવિપાકનો અને (2) અભુત લબ્ધિનો પ્રભાવ વિચારવા જેવો છે. કર્મ ! તારી ગતિ ન્યારીPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 370