________________ (1) છે છે ને છે, (2) છે નથી ને નથી, (3) નથી છે ને છે, (4) નથી નથી ને નથી... (1) પહેલા પ્રકારમાં આવા કે પૂર્વે પુણ્ય કમાઈને અહીં આવ્યા, અહીં પણ પુણ્ય કમાય છે, તેથી ભવિષ્યમાં ય પુણ્યાઈ લઈને જવાના ને ભોગવવાના, આવા જીવો પુણ્યાનુબંધી પુણ્યવાળા કહેવાય. આજે એવા કેટલાક શ્રીમંત કે મધ્યમ માણસો જોવા મળે છે કે જે પૂર્વભવેથી અહીં વિશેષ યા સામાન્ય પુણ્યાઈ લઈ આવેલા ભોગવે છે, અને સાથે એમને જીવનમાં ધર્મ મુખ્યપણે સૂઝે છે, એ ભાવિ ભવમાં પણ છે' ની સ્થિતિમાં મુકાવાના. (2) પરંતુ બીજા પ્રકારમાં એવા જીવો છે જેમને અહીં શ્રીમંતાઈ છે એટલે કે એ પૂર્વ ભવે પુણ્યાઈ ઊભી કરીને આવેલા; પરંતુ અહીં એમને પુણ્યમાર્ગ અર્થાત ધર્મ સૂઝતો નથી. આ “નથી' ની સ્થિતિમાં છે. તો ભાવિ ભવ કેવો મળવાનો ? કહો “નથી” ની સ્થિતિમાં. આવા જીવો પાપાનુબંધી પુણ્યવાળો કહેવાય, પુણ્ય ખરું, પણ પાપના અનુબંધવાળું, એટલે પુણ્ય ભોગવતાં પાપ જ સૂઝે. દા.ત. મમ્મણને અઢળક પુણ્યોદય છતાં પાપાનુબંધો : મમ્મણ શેઠ પૂર્વના મુનિદાનથી પુણ્ય લઈને આવેલો, પરંતુ અહીં જીવનમાં મુખ્યપણે એક જ કામ રાખેલું કે “બસ, થાય એટલો પરિગ્રહ ભેગો કરો.' એમાં નકરાં પાપ જ ઉપાર્યા. કેમ આમ ? પૂર્વે દાનથી પુણ્ય તો ઊભું કર્યું હતું, પરંતુ પાછળથી દાનની નિંદા કરી કે “હાય ! મેં સિંહ કેશરિયો લાડ મહારાજને ક્યાં વહોરાવ્યો ?' એણે પહેલાં તો લહાણામાં આવેલો લાડુ જાતે ખાવાની લાલચ મૂકી સાધુમહારાજને વહોરાવેલો, તેથી અઢળક પુણ્યાઈ ઊભી કરેલી ! પરંતુ પાછળથી પાડોશીના કહેવાથી ખબર પડી કે આ તો સિંહ કેશરિયો લાડુ હતો અને વાસણમાં પડેલા એના કણિયા ચાખ્યા તે દાઢે લાગ્યા, તે હવે મુનિ મહારાજ પાસેથી લાડવો પાછો લેવા ગયો, પણ મળ્યો નહિ તેથી હવે દાનની જોરદાર નિંદા સંતાપ કરે છે. કરેલા ધર્મના સંતાપથી પૂર્વે બાંધેલા પુણ્યમાં જોરદાર પાપના ઝેરના કણિયા યાને તીવ્ર પાપાનુબંધો-પાપસંસ્કારો નાખી દીધા. પહેલાં તો દાન કરતી વખતે અને પછી પણ જાતને ધન્ય માનતો એણે પુણ્ય સંસ્કારો પુણ્યાનુબંધો ઊભા કરેલા, પરંતુ પછીથી દાનનો સંતાપ પેલા કર્મ ! તારી ગતિ ન્યારી