________________
જનત્વ. વારંવાર વિન આવ્યાં કરે અને કાર્ય જોઈએ તે પ્રમાણમાં મહેતાનુકૂળ ફળીભૂત ન થાય તે અંતરાય કર્મ, જગતની વસ્તુ પર મમતા જે કર્મને લીધે મનુષ્યમાં થવા પામે તે મોહનીય કર્મ; જે પ્રકારનાં કર્મોને લીધે મનુષ્યનું આયુષ્ય બંધાઈ જાય તે આયુ કમં; હેવીજ રીતે ગાત્રને માટે ગાત્ર કર્મ; જેને લીધે મનુષ્યમાં વખતે વખત સુખ દુઃખની લાગણું ઉદ્દભવ્યા કરે–અરે ખરેખર સુખ દુઃખ પણ થાય તે સઘળાં વેદનીય કર્મો; અને છેલ્લાં પણ સૌથી અગત્યનાં નામ કર્મો કે જેને લીધે આત્માને રહેવાની સ્થીતિ અને ભોગવવાનું શરીર ઘડાય. આમ ટુંકમાં હમજી શકાશે કે આત્મા ઉપર ચેટેલાં કર્મો, મૃત્યુ વખતે કર્મોનું સરવાયું અને વિશેષ કરીને નામ કર્મોનું પ્રમાણ શરીર નકકી કરે છે. એટલું જ નહિ પણ શરીર બનાવે છે. જૈન તત્વ જ્ઞાન માને છે કે આમ પ્રાકૃતિકજ કાર્ય પદ્ધતિ વિના બીજું કઈ શરીર ઘડતું નથી.
આ માન્યતા પૂરી રીતે બુદ્ધિવાળે પિકી શકે તેમ છે. અજબ પ્રકારની ગાંડી અને ઘેલી કલ્પનાએ આ માન્યતામાં શ્રદ્ધા ધરાવતાં કરવી નથી પડતી. મનુષ્ય મનુષ્ય તરીકેના ઉત્તમ અને ઉચ્ચ પદમાંથી જરીયે નીચે નથી પડતો. હેને ભાન એટલું જ રાખવાનું કે હેનું કર્મ સરવાયું બરાબર એવું થઈ રહે કે જેમાંથી કોઈપણ પ્રકારની ઉત્પત્તિ થવા પામે નહિ. આવી માન્યતામાં કોઈનાયે ઉપર ગુલામગીરીના સેવાભાવ નથી રાખવા પડતા. કારણ તેમ કર્યું પણ તે કોઈ કંઈ કરી શકતું નથી. અન્યની મહેરબાનીની આમ કશી જરૂર નથી. પિતાનાં સારાં કૃત્યોથી કર્મોનાં આવરણ રહેલાં ઢીલા બનાવી શકાય છે. તે વહેલાં ઉખડી પણ જાય છે, પણ તેમ કંઇ ન કર્યું હોય તો દવા દવાની અસર કરી વધુ કંઈ નથી કરી શકતી તેમ કર્મો કર્મોની અસર કરી પોતાની મેળે ઢીલાં થઈ ખરી પડે છે. જૈન તત્વ જ્ઞાન આમ પુરૂષાર્થને પ્રથમ પંક્તિએ બેસાડે છે. પુરૂષાર્થ અને બુદ્ધિવાદ, પુરૂષાર્થ અને સામ્યવાદ, પુષાર્થ અને જગતને પ્રગતિકારક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com