________________
જૈનત્વ. જરીક પ્રયત્ન કરે અને તે પૂર્ણ થયે તેજ ખરેખર ઇશ્વર. મનુષ્યમાં નવું ચેતન, નવું જોમ, અને નવીન ઉત્સાહ કે તાન રેડતું હેય તે તે આ કે જેમાં કોઈનીયે ગુલામી નહિ અને ફક્ત પિતાનાજ પ્રયત્ન.
ત્યારે જનમાં મૂર્તિપૂજા કેમ ?
આને માટે માનવ સ્વભાવ બારિકાઈથી તપાસવો પડશે. આપણે કરતાં જે કઇ મહાન આપણી દ્રષ્ટિએ લાગતું હેય હેના તરફ આપણને આદરભાવ, ભકિત અને પ્રેમ ઉત્પન્ન થાય જ. ચાલુ જીવનમાંજ નજર કરે. કોઇ પૂર્ણ નથી. ઉચ્ચતાના અને કીતિ પ્રાપ્તિના શૃંગે ચડી બેઠેલાને પણ કંઈક વધારેની આશા હોય છે. હેનાથી પણ મહાન તહેને કોક લાગે છે. તેને તેના તરફ, હેના તે આ તરફ ભક્તિભાવ કે લાગણુ યજ. તે હેને જોયા કરવાને, ગેખી રહેવાને. જૈન તત્વજ્ઞાને ત્યારે મોક્ષગામી આત્માઓને આવાં આદર્શ માન્યાં. તેના પ્રત્યે અંગ્રેજીમાં જેને Hero worship કહે છે હેવી ભક્તિ રાખવાનું ઠરાવ્યું. જિન ધર્મને વારંવાર ઉદ્ધાર કરી જનાર ચોવીસ મહાત્માઓને તીર્થકર કહ્યા છે. તે યાદ રહે, હેના પ્રત્યે માન રહે, હેના જેવા થવાથી નિરંતર પ્રેરણું રહે તેજ માટે મૂર્તિની જરૂરીઆત. તેઓ કંઈ હેમના ભકતોને બક્ષિશ ન આપે. ઇચ્છાઓ અને આકાંક્ષાઓ હેમની તેઓ ન પૂરી કરે. આમ જોઇ શકાશે કે જિન મૂર્તિપૂજા તે સાંસારીક મોહમાયા પ્રાપ્ત કરવાની સ્વાર્થી ભકિત નથી, પણ સંસારથી પર જવા, સંસારમાં ફરી કદી નહિ આવવાની સતત જીજ્ઞાસા છે. અને આમ હોવાને કારણે જ જન મૂર્તિપૂજામાં આટલો બધો મતભેદ ? તદ્દન વીતરાગ પ્રતિમા રાખી શકાય કે રંગારત–આ જનોને અડકી રહેલો ફકત એકજ પ્રશ્ન. તીર્થકર માનવીઓ હતાં–તેઓએ પેલું અત્યુત્તમ પદ પ્રાપ્ત કર્યું તે માનવ સ્થિતીમાંજ. જિને કહે છે કે મૃત્યુ સમયે તે માનવીઓ
(૧૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com