________________
અનાદિતા, વ્યાપકતા, સ્વતંત્રતા, આત્મા જે હમેશ નિત્ય હોય તો હેનામાં વિકાર નથી થઈ શકતા. વિકાર વિના રાગ દ્વેષ નથી ઉભવતા કે નથી નાશ પામી જતા. આત્મા સર્વવ્યાપક હોય તો સ્પર્શનું જ્ઞાન સર્વ સ્થાનમાં એક જ સમયે હેવું જોઈએ, જે નથી થતું પણું શરીર માત્રના સ્પર્શનું જ્ઞાન એકજ સમયે થાય છે. એથી આત્મા શરીર પ્રમાણે છે. જે આત્મા મુક્ત થઈ ગયો તો તે ઈશ્વરને પરતંત્ર સંભવિત નથી, કારણુ મુકત એટલે જ સ્વતંત્ર
૪. મીમાંસા દર્શન-આ દર્શન ઈશ્વરની સત્તાને નથી માનતું. આ શબ્દને અને વેદને અપૌરુષેય માને છે. અનાદિ માને છે. યજ્ઞાદિ કર્મને જ ધર્મ માને છે.
वेदस्य अपौरुषेयतया निरस्तसमस्तशंका कलांकांकुरत्वेन स्वतः सिद्धम् । (सर्वदर्शनसंग्रह २१८) વેદ કોઇને પણ નહિ બનાવે એવો સ્વયં સિદ્ધ છે જેમાંથી સર્વ શંકારૂપી કલંકના અંકુર પણ નાશ પામી જાય છે. - જ્યારે જિન દર્શન કહે છે કે જે શબ્દ હેઠ વગેરેથી બેલાય છે ને રચનાર કોઈ પુરૂષ જ હોવો જોઈએ. રચાયા વિના એને વ્યવહાર નથી થઈ શકતો. જ્ઞાનને આપણે પ્રવાહ રૂપ અનાદિ કહી શકીયે પણ એની પ્રગટતા કોઈ પુરૂવથી જ થાય છે તેમ માનવું પડશે. શબ્દ નિત્ય નથી હોઇ શકતો. અવસ્થા માત્ર ક્ષણિક છે. જે પુગલોથી શબ્દ બને છે તે મૂળમાં નિત્ય છે. અહિંસા રૂપ ચા, પૂજા વગેરે કદાચ સ્વર્ગનું કારણ હોઈ શકે પણ પશુ હિંસા રૂપ તો નહિ જ. છતાં મુક્તિનું કારણ તો એક શુદ્ધ આત્મ સમાધિજ છે કે જ્યાં ક્રિયાકાંડની કલ્પનાજ નથી રહેતી.
૫. બદ્ધ દર્શન-બૌદ્ધ પણ ઈશ્વરને જગત કર્તા નથી માનતા.
*
*
પશુ હિ
નું કારણ તો એ
કે જ્યાં ક્વિાકાંની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com