________________
ભૂગોળ “આ લેકમાં આઠ પૃથ્વીએ છે. સાત નીચે છે, એનાં નામમધ્ય લોકથી તે પાતાળ સુધી રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા,. પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને મહાતમપ્રભા એ છે. એક એક રાજુના અંતર પર તેઓ એક બીજાથી આવેલી છે. સાતમી પૃથ્વીની નીચે એક રાજુ માપ એવું બીજુયે એક સ્થાન છે અને પ્રામ્ભારા કહે છે. તે પછી લકનો અંત આવે છે. વળી એક પૃથ્વી ઉa લોકના અંતમાં પણ છે. આ લોકની આજુબાજુ ત્રણ જાતની હવાનાં પડળે છે, ધનદધિ પવન જેનો રંગ ગાયના મૂત્ર જેવો છે, ધનવાત પવન જેને રંગ મગના જે છે; અને તનુવાત પવન જેનો રંગ અવ્યા છે. તેની ઉપર ફકત આકાશજ છે. આ ત્રણે જાતને પવન આઠે પૃથ્વીની નીચે પણ છે. લોકની મધ્યમાં એક એવું ક્ષેત્ર છે કે જે એક રાજુ લાંબુ, પહોળું અને ચૌદ રાજુ ઉંચું છે. એને ત્રસનાળી કહેવામાં આવે છે કારણ દિન્દ્રીયાદિ ત્રસજીવ ત્યાંજ જન્મે છે–બહાર નહિ. જ્યારે સ્થાવર જીવ તો સર્વ સ્થાનમાં જીવે છે ને મરે છે. મનુષ્ય, પશુ, નારકી અને દેવ એ ચારે ગતિના ત્રસ જીવ આ ક્ષેત્રમાં જ જોવામાં આવે છે. ત્રસ નાળીનું ક્ષેત્ર ફળ ૧૪ ધનરાજુ છે. તેથી બાજુના ૩૨૯ ધનરાજુમાં ફકત સ્થાવરજ જીવ જેવામાં આવે છે.
પહેલી પૃથ્વીના ત્રણ ભાગ–
ખંરભાગ જે ૧૬૦૦૦ યોજન મહટ છે. પંક ભાગ જે ૮૪૦૦૦ યજન મહે છે. અને ત્રીજે અબ્બેહુલ ભાગ જે ૮૦૦૦૦જન મટે છે. (અહિ એજનનું માપ પણ જુદું હોય છે.)
ખર ભાગમાં એક એક હજાર યોજન મહેટી એવી સોળ પૃથ્વીઓ છે. પહેલીને ચિત્રા જ્યારે છેલ્લીને શૈલા કહેવામાં આવે છે. ખર ભાગ અને પંક ભાગમાં દેવ રહે છે. અબદુલ ભાગમાં પહેલું નક છે. આગળની છ પૃથ્વીઓમાં છ નર્ક બીજા છે. આ સાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com