________________
જનાવર સ્વર્ગમાં દેવીઓનું, જધન્ય આયુષ્ય એક પલથી કંઇક વધારે અને ઉત્કૃષ્ટ પંચાવન પલ્ય છે. સ્વર્ગના દેવામાં તથા વ્યંતર, ભવનવાસી અને જ્યોતિષીઓમાં ઉંચ નીચ પદધારી પણ હોય છે. પદવીએ નીચે પ્રમાણે દશ હેય છે –
ઈન્દ્ર (રાજા જેવી), સામાનિક (પિતા અથવા ભાઈ જેવી), ત્રાયશ્ચિંશ (મંત્રી જેવી), પારિષદ્ (સભાસદ જેવી), આત્મરક્ષક (શરીર રક્ષક જેવી), લેપાલ (હાના ગર્વનર જેવી), અનીક (સૈનીક જેવી), પ્રકીર્ણક (પ્રજા જેવી), આભિયોગ્ય (વાહક બનવા જેવી.. અને કિલિવષક (ન્હાને દેવો. વ્યંતર અને જ્યોતિષીઓમાં ત્રાયશિ . અને લોકપાલ એ બે પદો નથી હોતા. :
“આઠમી પૃથ્વીએ પીસ્તાલીશ લાખ જન પહોળી અર્ધ ચંદ્રા-- કાર સિદ્ધ શીલા છે. અહિં તનુવાતવલયના તદ્દન ઉપરના ભાગમાં વચ્ચોવચ્ચ સિદ્ધોનું સ્થાન છે. કારણ કે જ્યાં સુધી “ધર્મદ્રવ્ય છે ત્યાં સુધી જ મોક્ષ પ્રાપ્ત છે પિતાનું ગમન કરી શકે. પીસ્તાલીસ લાખ જનને અઢી દ્વીપ છે અને અઢી દ્વીપથીજ સિદ્ધ થાય છે, થયા છે અને ચશે, એટલે સિદ્ધ ક્ષેત્ર સિદ્ધોથી પરિપૂર્ણ ભરેલું છે.
ભદમાં ઇન્દ્રીય સુખ ભોગવવાની શક્તિ વધુ હોય છે તેમાં શરીર બદલવાની અને અનેક રૂપો ધારણ કરવાની પણ સકિત હોય છે. બહુજ દૂર સુધી જાણવાની અને જવાની શક્તિ હોય છે. આથી જે પૂણ્યાત્મા હોય છે તેજ દેવગતિમાં જન્મ પામે છે. જે અન્યાયી, હિંસક અને પાપી હોય તે નર્કમાં જન્મે છે. જેનાં પાપ ઓછા છે તે મધ્ય લેકમાં પંચેન્દ્રીય પશુ તરીકે જન્મે છે. જેનાં પુણ્ય વધારે હોય છે તે મનુષ્ય તરીકે જન્મ લે છે. આ પ્રમાણે જગતની રચના પુણ્ય પાપના ફળથી જ વિચિત્રિતજ છે. જે સર્વ કર્મ રહિત થઈ જાય છે. તે સિદ્ધ થઈ અનન્ત કાળ સુધી સિદ્ધ ક્ષેત્રમાં જ આત્માનંદ ભોગવ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com