________________
જૈનત્વ.
તેઓએ જીવન જીવી બતાવ્યું. તેઓએ જ્ઞાન પૂર્ણ રીતે જાણ બતાવવું, સર્વ કંઇ નિહાળી બતાવ્યું અને પોતાની જાતને માનવા અનુકરણીય અને અનુસરણીય આદર્શ કરી બતાવ્યા તે જગત પર
છે ઉપકાર નથી. જગતમાં એવું કંઇજ નથી કે જેની ખાતર તે આત્માઓએ પોતે મેળવેલું સર્વ ગુમાવી દઈ જગતમાં કરી. આવવું કે પછી અન્ય વસ્તુઓ અને શકિતઓ ઉત્પન્ન કરવી અને ઉત્પન્ન તો તેઓ પણ કયાંથી કરી શકે? જે મૂળ પદાર્થ નથી તે ઉત્પન્ન થઈ શકે નહિ એ તર્કવાદનો અને વિજ્ઞાનનો એક અચળ અને અટળ નિયમ સર્વ કંઇ જગતમાં સ્વભાવથી બજેજ જાય છે.
लोओ अकिहिगो खलु अणाइणिहणो सहापणिप्पण्णो । जावाजीवेहि भडो णिच्चो तालरूक्खसंठाणो ॥२२॥
मूलाचार अ०८ આ લોક અકૃત્રિમ છે, અનાદિ છે, અનન્ત છે, સ્વભાવને લીધે સ્વયં તે બન્યું છે, જવ અજીવ પદાર્થોથી તે ભરેલું છે અને હેનો તાડ વૃક્ષને આકાર છે.
આમ જગત આનાદિ, આત્માએ અનાદિ તો પછી આત્માને શુદ્ધ કરવાને ઉપાય એટલે આ જૈન ધર્મ તે યે અનાદિ. જે અનાદિ છે તે અનન્ત પણ માની જ લેવાનું. જમ્મુદ્રિપના વિદેહ ક્ષેત્રમાં (જે હજી સુધી ભૂગોળ જ્ઞાતાઓએ શોધી નથી કહાડયું) આ ધર્મ હંમેશા ચાલુજ રહે છે. (ત્યાંથી મહાન આત્માઓ હંમેશા દેહથી મુકત થઇ મોક્ષ મેળવે છે અને એના એ સદાપણાને લીધે જ તે વિદેહ કહેવાય છે.) આ ભરત ક્ષેત્રમાં પણ આ ધર્મ પ્રવાહની. અપેક્ષાએ કયારનેયે ચાલુ જ છે. હા એટલું ખરું કે તે સમયે સમયે લુપ્ત થઈ જાય છે પણ કેવળજ્ઞાની અને મોક્ષગામી તીર્થકરોના જન્મથી તે ફરી ફરી ઉદ્ધાર પામે છે. આને અર્થ એમ નહિ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com