________________
જૈનત્વ * *
- કરેલી એક સત્ય બીના છે. આનાંજ આપણું શરીર બને છે; દરેક વનસ્પતિ કે પ્રાણુના શરીરની આંતરિક કથળીઓમાં (Calls) કરોડે પરમાણુઓ હોય છે, જેમની પ્રવૃત્તિઓ એટલી બધી ગૂંચવાડા ભરેલી, જીવનના આગમનને પ્રસંગ એટલે બધે અદ્ભુત કે તેમાંથી નવ્વાણું ટકા આપણું શારીરીક તંતુઓને ઘાટ અને હેમની ક્રિયા - આ હેટી પરમાણુ સંખ્યાને જ આભારી છે. મનુષ્ય શરીરને પુષ્કળ - અને નિશ્ચીત સંખ્યામાં જ આંતરિક કથળીઓ જોઈએ છે અને દરેક હેવી કોથળીને પુષ્કળ પણ નિશ્ચીત સંખ્યામાં જ પરમાણુઓ જોઈએ છે. કોથળીનું કદ બનતા લગી પરમાણુના કદને આભારી છે જ્યારે શારિરીક કદ બનતા લગી કોથળીના કદને આભારી છે.”
આ શબ્દનું તાત્પર્ય જૈન તત્વજ્ઞાન કરતાં કંઇ ખાસ જુદું નથી પડતું. એટલે જગતની પ્રગતિમાં જે આપણને વિશ્વાસ હોય, વિજ્ઞાનની શોધખોળ પ્રત્યે પુષ્કળ આદર હોય, અનુભવી વિજ્ઞાનશાસ્ત્રીઓનાં પિતાના ક્ષેત્રમાંનાયે વચનેમાં આપણને અંતિમતા લાગતી હોય તો આપણે માનવું જ રહ્યું કે શરીરની ઉત્પત્તિ વિષે અન્ય સઘળી કલ્પના ભરી વાતો બેટી છે. તે સામાન્ય કે અંસામાન્ય પણ મનુષ્યના ભેજામાં જલદી કે મોડે પણ બુદ્ધીને - સામને કરી નથી ઉતરી શકતી. વિચાર વગરની શ્રદ્ધાથી ગમે તે હોય છતાં પણ કહેવાતા હૃદય સાથે તે તે ચેટી જઇ શકે.
છતાં જો માને છે કે “પ્રભુ છે. જેને નિરીશ્વરવાદી નથી. કર્મોને મેલ આત્માને જ્યારે નથી રહેતા ત્યારે તે પોતાના પૂર્ણ પ્રકાશથી મૂળ રૂપમાં ખીલે છે. હેનું સ્વરૂપ તે અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત દર્શન અને અનંત સુખનું હવાપણું. આત્માના અંતિમ રૂપે સઘળી અનંતતાજ. તે પ્રાપ્ત થયા પછી આત્મા કદી પણું શરીર ધારી શકે નહિ. સંસારમાં આવી શકે નહિ અને મોક્ષમાંજ રહે. જે જે વીરલાઓના આત્માઓએ આવું સ્વરૂપ પ્રાપ્ત -કર્યું, તે સઘળા જેના ઇશ્વેર. દેખીતી રીતે તો લાગે કે જનોમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com